<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ઉના પાસે ગુપ્‍ત પ્રયાગના ૩ દિવસના લોકમેળાનો પ્રારંભ

ઉનાઃ સાત કિલોમીટર દૂર પ્રાચીન તીર્થ ધામ ગુપ્ત પ્રયાગ જેમાં પરંપરા મુજબ આજે ભાદરવી અમાસ નિમિત્તે ત્રણ દિવસનો લોક મેળોનો પ્રારંભ થયો છે. બ્રહ્માનંદ ધામ ચાપરડાના મહંત અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગુપ્તપ્રયાગના વિકાસના પ્રેરણાષાોત પૂ. મૂકતાનદ બાપુના સાનિધ્‍યમાં સવારે દીપ પ્રાગટય કરી ધ્‍વજાજીનું પૂજન કરી ધ્‍વજા આરોહણ કરી લોક મેળો ખુલ્લો મુકાયો હતો અને હજારો લોકો પિતળ તર્પણ કરવા કુંડના કાઠે આવી વિધિનો પ્રારંભ કરવામાં આવેલ છેતેમજ સાંજે હાજર રહેલ તમામ સંતો અને મહંતો અને ધારસભ્‍ય કાળુભાઈ રાઠોડ આગેવાનોએ કુંડના કાઠે ગંગા મહા આરતી કરી હતી તેમજ રાત્રિના લોકો એ પિતળને યાદ કરી દીપ પ્રગટાવી શ્રધાંજલિ અર્પણ કરી હતી તેમજ રાત્રિના સુપ્રસિધ્‍ધ લોક સાહિત્‍ય કાર રાજભા ગઢવી અને સાથી કલાકારો એ ભજન અને દુહા છંદની રમઝટ બોલાવી હતી. સવારે મોક્ષ પીપળાનું પૂજન કરી પાણી રેડી પિતળ તર્પણ કરેલ હતું તમામ યાત્રિકો માટે વિના મૂલ્‍યે ભોજન મહાપ્રસાદ અને ચા પાણીનો હજારો લોકો એ લાભ લીધો હતો. લોકમેળાના ઉદ્દઘાટન અને ગંગા આરંભની તસવીરો (તસ્‍વીર-અહેવાલઃ નવીન જોષી-ઉના)

(10:24 AM IST)