<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વઢવાણ નજીક પિકઅપ કાર પલટી જતા એક જ પરિવારના ૨૭ લોકોને ઇજા

વાગડીયાના યાત્રિકો વિરમગામ દર્શને જતા'તાઃ પાંચને ગંભીર ઇજા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: વઢવાણથી વિરમગામ જતા માર્ગ પર પીકઅપ વાન પલટી ખાઈ ગઈ. તેમાં સવાર બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત અંદાજે ૨૦થી ૨૫ યાત્રિકો ઈજાગ્રસ્‍ત થયા.વગડીયા ગામના યાત્રિકો માતાજીનાં દર્શન માટે વિરમગામ જઈ રહ્યા હતા.  ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની ટીમો સ્‍થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્‍તોને સારવાર માટે સુરેન્‍દ્રનગરની સરકારી ગાંધી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા. અકસ્‍મતને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી અને ટ્રાફિક જામ થયો. આસપાસના લોકો પણ સ્‍થળે એકઠા થયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્‍યા અનુસાર કોઠારિયા નજીક એક ગંભીર માર્ગ અકસ્‍માતની ઘટના સામે આવી છે. માતાજીનાં દર્શન કરવા માટે વાગડિયા ગામથી પનાર જઈ રહેલા એક પરિવારની પિકઅપ કાર અચાનક પલટી ખાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્‍માતમાં એક જ પરિવારના કુલ ૨૭ લોકોને ઈજાઓ પહોંચી હતી.

જેમાંથી પાંચ વ્‍યક્‍તિઓની હાલત ગંભીર છે. ગંભીર ઈજાગ્રસ્‍તોને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવ્‍યા છે.

અકસ્‍મતની જાણ થતાં જ સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવારની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી હતી. હોસ્‍પિટલમાં રજા પર ગયેલા સ્‍ટાફને પણ તાત્‍કાલિક ફરજ પર બોલાવવામાં આવ્‍યો હતો, માતાજીનાં દર્શન અને ધાર્મિક યાત્રા માટે નીકળેલા પરિવાર પર રસ્‍તામાં જ આફત આવી પડતાં સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે.

(12:08 PM IST)