News of Saturday, 14th November 2026
ગોંડલમાં પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
વીર યુવા ગ્રુપ દ્વારા પૂ.જલારામબાપાને ૫૬ ભોગ અન્નકોટ ધરાશેઃ રવિવારે સમૂહ જ્ઞાતિ પ્રસાદ-શોભાયાત્રાનું ભવ્ય આયોજન

ગોંડલ, તા.૧૪: જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરનાર પરમ પૂજ્ય જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિ ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસથી શ્રી ગોંડલ લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે કારતક સુદ સાતમ એટલે પૂજ્ય જલારામબાપા ની જન્મ જયંતિ અને ગત વર્ષની માફક આ વર્ષે ગોંડલ રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિ ઉત્સવ ઉજવાય રહ્યો છે જેમાં પૂ. જલારામબાપાને ૫૬ભોગ અન્નકોટ - સમૂહ પ્રસાદ તથા વિશાળ શોભાયાત્રા સહીતના કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જગદીશભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું કે, લોહાણા મહાજન ના હોદેદારોની ટીમ દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૬ ને સોમવારે પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી નિમિતે સવારે ૯.૦૦ કલાકે લોહાણા મહાજનવાડી ખાતે પૂ.જલારામ બાપાનું પૂજન ગોંડલના સુપ્રસિદ્ધ રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં થશે તેમજ મહાપ્રસાદ સવારે ૧૧.૦૦ કલાકે થી યોજાશે. જેમાં સમસ્ત રઘુવંશી સમાજ ઉપરાંત દરેક સમાજ શ્રેષ્ઠિઓ રાજકીય આગેવાનો અધિકારીશ્રીઓ પધારી પ્રસંગ ને દીપાવશે ત્યારબાદ પૂ.જલાબાપાની ભવ્ય શોભાયાત્રા સાંજે ૪.૦૦ વાગ્યે લોહાણા વાડીથી ભવ્ય આતશબાજીથી પ્રસ્થાન કરી ડીજે સંગ વાજતે ગાજતે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરશે, જેમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાશે અને કુમારિકાઓ કળશ ધારણ કરી શોભાયાત્રામાં શોભા વધારશે. જયારે શોભાયાત્રાના રુટ પર વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા ઠંડા પીણાંની સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે.
આ પ્રસંગને સફળ બનાવવા ગોંડલ શહેરની રઘુવંશી સમાજની વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે શ્રી ગોંડલ લોહાણા મહાજન - શ્રી રઘુવંશી સેવા મંડળ - શ્રી રઘુવંશી મહિલા મંડળ - શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન - શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ - શ્રી જલારામ મંદિર - શ્રી રઘવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસા. લી - શ્રી વરિષ્ઠ લોહાણા સમાજ - શ્રી વીર યુવા ગ્રુપ - શ્રી ગિરિરાજ ગૌ સેવા ટ્રસ્ટ તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
