News of Saturday, 14th November 2026
ગોંડલ યાર્ડમાં પ્રથમ દિવસે જ મગફળીની ૧ લાખ ગુણી, ડુંગળીના રપ હજાર કટ્ટા અને મરચાની ૧પ હજાર ભારીની આવક
દિવાળીની રજાઓ બાદ યાર્ડ પુનઃ ધમધમ્યું : ખરીદ-વેચાણ કામગીરીનો પ્રારંભ

ગોંડલ , તા., ૧૪: સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ ફરી એકવાર ધમધમતું થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસથી જ ખેડૂતો દ્વારા વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતા યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ યાર્ડમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં અંદાજે ૧ લાખ ગુણી મગફળી, ૨૫ હજાર કટ્ટા ડુંગળી અને મરચાની ૧૫ હજાર ભારી સહિત વિવિધ ખેત જણસીઓની નોંધપાત્ર આવક થઈ રહી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
