<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ક્રાઇમ બ્રાંચ, પોલીસ સ્‍ટેશનો, ટ્રાફિક શાખાના ૪૮ એએસઆઇ, હેડકોન્‍સ, કોન્‍સ્‍ટેબલની બદલી

બદલી થઇ તેમાંથી સોૈથી વધુ ટ્રાફિક શાખામાં મુકાયાઃ અમુકને હેડક્‍વાર્ટરમાં બદલાવાયા

રાજકોટ તા. ૧૪:  શહેર પોલીસ દળમાં વહીવટી સરળતા અને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એકસાથે ચાર અલગ-અલગ હુકમો બહાર પાડીને કુલ ૪૮ પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો છે. જેમાં એએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ અને કોન્‍સ્‍ટેબલ સામેલ થાય છે.

બદલીનો જે મોટો લીધો છે તેમાં ૩૧ કર્મચારીઓ સામેલ છે.  જેમાં  ડીસીબી-ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા એએસઆઇ અમીતકુમાર અગ્રાવત, વિજયરાજસિંહ જાડેજા અને ઘનશ્‍યામભાઈ મેણીયાની બદલી ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્‍ટેશન ખાતે કરવામાં આવી છે. તેમજ  ડીસીબીના હેડકોન્‍સ.  દિપકભાઈ ચૌહાણ, કોન્‍સ. ત્રિપદાબેન ભટ્ટ અને એએસઆઇ સંજયભાઈ દાફડાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્‍યા છે.

શહેરના ભક્‍તિનગર, પ્રદ્યુમનનગર, બી-ડિવિઝન, એ-ડિવિઝન, માલવીયાનગર, આજીડેમ, રાજકોટ તાલુકા, મહિલા અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા અન્‍ય ૨૪ કર્મચારીઓને પણ ટ્રાફિક શાખામાં બદલી આપવામાં આવી છે. જ્‍યારે માલવીયાનગરના હેડકોન્‍. આનંદભાઈ મકવાણાને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્‍ટેશન મુકાયા છે. તેમજ આર્થિક ગુન્‍હા નિવારણ સેલ (એટેચ ડીસીબી)ના ક્રાઈમ રાઈટર હેડ ભુપેન્‍દ્રભાઈ સરપદડીયાને આજીડેમ પોલીસ સ્‍ટેશન (ક્રાઈમ રાઈટર હેડ) ખાતે અને આજીડેમના લાખાભાઈ કળોતરાને ડીસીબી (ક્રાઈમ રાઈટર હેડ) ખાતે મુકવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત બી-ડિવિઝન, એરપોર્ટ અને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્‍ટેશનના એકાઉન્‍ટ રાઈટર હેડ ચુનીલાલ નિનામા, આશિષ રાણવા અને દિનેશ વાઘેલાની આંતરિક બદલી કરવામાં આવી છે.એ-ડિવિઝનના કોન્‍સ. જાગળતિબેન સોંદરવા, ભક્‍તિનગરના એએસઆઇ ભરતકુમાર મારકણા, એલઆર વિલાસબેન રાજપરા અને માલવીયાનગરના કોન્‍સ. નરેશકુમાર ચાવડાની પોલીસ મુખ્‍ય મથક ખાતે બદલી કરાઈ છે. તેમજ થોરાળા અને કુવાડવારોડ પોલીસ સ્‍ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના ૬ કર્મચારીઓ જેમાં દિવ્‍યરાજસિંહ જાડેજા, હસમુખભાઈ નિનામા, ઘેલુભાઈ શિયાર, લક્ષ્મણભાઈ મહાજન, કોકીલાબેન દાફડા અને જયપાલભાઈ બરાળીયા તેમના મૂળ મહેકમ ટ્રાફિક શાખામાં પરત મોકલવામાં આવ્‍યા છે. તેવી જ રીતે એ-ડિવિઝન અને બી-ડિવિઝનમાં એટેચ રહેલા હેતલબેન કનારા અને પુજાબેન વાળાને મુખ્‍ય મથક ખાતે પરત કરાયા છે

(2:19 PM IST)