<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સુવર્ણ ભૂમિ પરિસરઃ જલારામ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાશે

‘રામ નામ મેં લીન હૈ, દેખત સબમે રામ... તાકે પદ વંદન કરૂં, જય જય શ્રી જલારામ' : વિશાળ પરિસરમાં અન્નકુટ દર્શન, શોભાયાત્રા, જાણીતી ભજન મંડળી-ભકિત સંગીતના સંગાથે અલૌકીક વાતાવરણ સર્જાશેઃ સાંજે ૭:૧પ વાગ્‍યે મહાઆરતી અને ૭:૩૦ વાગ્‍યાથી હજારો ભાવિકો મહાપ્રસાદ લઇ ધન્‍ય બનશેઃ પ્રસાદ ગ્રહણ કરવા માટે વડીલો માટે અલાયદી વ્‍યવસ્‍થા * મનિષભાઇ ઠક્કરના નેતૃત્‍વ હેઠળ સમગ્ર સુવર્ણ ભૂમિ પરિવાર દ્વારા અદ્‌કેરૂ ધાર્મિક આયોજન

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને સુવર્ણભૂમી પરિવારના હોદેદારો-સભ્‍યો શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, મનોજભાઇ ખખ્‍ખર, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, જીંદાલભાઇ ઠક્કર, બ્રીજભાઇ મણીઆર, સુકેતુભાઇ ગણાત્રા, નિલેશભાઇ કકાસણીયા, કેતનભાઇ ગજજર, ભાવિનભાઇ રૂધાણી, ડો.પરાગભાઇ દેવાણી સહિતના લોકોએ પૂ. જલારામબાપાની રર૭ મી જન્‍મજયંતીની અલૌકીક ઉજવણી સંદર્ભે ભાવપુર્વક આમંત્રણ પાઠવ્‍યું હતું અને શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૪: સુવર્ણભૂમિ ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, રાજકોટ ખાતે આવેલ રાજકોટની જાણીતી અને પ્રતિષ્‍ઠિત સોસાયટી ‘સુવર્ણભૂમિ પરિસર' દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સંત શિરોમણી પ.પૂ. જલારામબાપાની રર૭ મી જન્‍મજયંતિની ધામધૂમપુર્વક ઉજવણી થનાર છે.

અકિલા ખાતે સુવર્ણભૂમિ પરિવારના હોદેદારો-સભ્‍યો શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, મનોજભાઇ ખખ્‍ખર, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, જીંદાલભાઇ ઠક્કર, બ્રીજભાઇ મણીઆર, સુકેતુભાઇ ગણાત્રા, નિલેશભાઇ ક્કાસણીયા, કેતનભાઇ ગજ્જર, ભાવિનભાઇ રૂઘાણી, ડો. પરાગભાઇ દેવાણી સહિતના લોકોએ આજરોજ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પૂ. જલારામબાપાની જન્‍મજયંતિ નિમિતે આમંત્રણ પાઠવીને તેઓના આશીર્વાદ મેળવ્‍યા હતા.

સુવર્ણભૂમિના વિશાળ પરિસર-લોન એરીયામાં પૂ. જલારામબાપાનું મંદિર અને પવિત્ર-અલૌકીક વાતારવણમાં તા. ૧૬-૧૧-ર૦ર૬, સોમવારના રોજ સાંજે પઃ૩૦ વાગ્‍યાથી અન્નકુટ દર્શન, વિશાળ શોભાયાત્રા, આકર્ષક રંગોળી, બાળકો, બહેનો, યુવાનો, વડીલોના સંગાથે અત્ર-તત્ર-સર્વત્ર સતત ‘જય જલિયાણ' નો નાદ ગુંજતો રહેશે. સાંજે ૭:૧પ વાગ્‍યે મહાઆરતી યોજાશે અને ૭:૩૦ વાગ્‍યાથી કોઇપણ નાતજાતના ભેદભાવ વગર હજજારો ભાવિકો મહાપ્રસાદ લઇને ધન્‍યતા અનુભવશે. પ્રસાદ ગ્રહણ કરવા માટે વડીલો માટે ટેબલ-ખુરશીની અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સમગ્ર શોભાયાત્રા વિશાળ-રમણિય પરિસરમાં પરિભ્રમણ કરશે. રાત્રે ૮:૩૦ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા સુધી સાવરકુંડલાની જાણીતી ભજન મંડળી દ્વારા કર્ણપ્રિય ભકિત સંગીત રજુ કરવામાં આવશે જે આગવું આકર્ષણ રહેશે, તેવું સુવર્ણભૂમિના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખ શ્રી મનિષભાઇ ઠક્કરે જણાવ્‍યું હતું. સુવર્ણભૂમિ પરિસરમાં વર્ષ દરમ્‍યાન મોટાભાગના તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે હળીમળીને ઉત્‍સાહપુર્વક ઉજવવામાંઅ ાવે છે જે પ્રેરણારૂપ છે.

પ.પૂ. જલારામબાપાની રર૭ મી જન્‍મજયંતિની ભાવપૂર્વક ઉજવણીને સફળ બનાવવા સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી વિનુભાઇ ધીંગાણી, ઉપપ્રમુખો શ્રી મનિષભાઇ ઠક્કર અને શ્રી મહેશભાઇ મોલીયા, મંત્રીશ્રી જયભાઇ ઘોડાસરા, ખજાનચી શ્રી સમીરભાઇ પાંભર સહિતના અન્‍ય સભ્‍યો શ્રી કૃણાલભાઇ બરછા, પ્રદિપભાઇ દત્તાણી, સમીરભાઇ ચંદે, ધરમભાઇ પોપટ, સંદિપભાઇ પરમાર, પ્રિન્‍સભાઇ મણિઆર, પુરવભાઇ ભીમજીયાણી, દર્શનભાઇ ધકાણ, જેનિષભાઇ બુધ્‍ધદેવ, વિરેશભાઇ શાહ, કશ્‍યપભાઇ ઉનડકટ, ધર્મેન્‍દ્રભાઇ તન્ના, રોહીતભાઇ લાઠીગરા, ધર્મેશભાઇ કલોલા સહિતના સમગ્ર સુવર્ણભૂમિ પરિવારના સભ્‍યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(3:32 PM IST)