<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સાધુ વાસવાણી રોડ પર ભકિત, ભોજન, ભજનનો ત્રિવેણી સંગમ

રઘુકુળ યુવા ગ્રુપ તથા જલારામ સેવા સમિતી દ્વારા જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાશે ઇંટના ભઠ્ઠાના ચુલ્લામાં દેશી પદ્ધતિથી રસોઇ બનાવાશે : ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ

રાજકોટ : રઘુકુળ યુવા ગ્રુપ તથા જલારામ સેવા સમિતી દ્વારા, તા. ૧૬ સોમવારે સાંજે ૬ થી ૧૦:૩૦ દરમ્‍યાન પૂજય જલારામબાપાની ૨૨૭ મી જન્‍મજયંતીની ધામધુમ પુર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં અન્નકુટ દર્શન, મહાઆરતી તથા મહાપ્રસાદનું સર્વ ધર્મ પ્રેમી જનતા માટે રઘુવંશી બીટસ ગ્રાઉન્‍ડ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસની સામે, રાજકોટ ખાતે  કરેલ છે. સ્‍ટેજ પર પૂ. જલારામબાપાની ભવ્‍ય મૂર્તિ બીરાજમાન થશે. ૧૦૮ વાનગીઓ અન્નકૂટ રૂપી જલારામ બાપાને પીરસવામાં આવશે.

તા. ૧૬ સોમવારના રોજ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે સાંજે ૬ કલાકે અન્નકૂટ દર્શન, ૭  કલાકે મહાઆરતી અને ત્‍યારબાદ ૭:૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદ રાખેલ છે.

ગુંદી, ગાંઠીયા, બટેટાનું શાક, ખીચડી, કઢી, રોટલા, સંભારો, છાશ, મીનરલ વોટર સહીતનું મેનું મહાપ્રસાદમાં રાખવામાં આવેલ છે. તમામ મહાપ્રસાદની વસ્‍તુઓ ઈંટના ભઠ્ઠાના ચુલ્લામાં દેશી પદ્ધતિથી રસોઈ બનાવવામાં આવશે. આ અંગે વિશેષ માહિતી માટે જયદેવભાઈ રૂપારેલીયા (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મિતેશભાઈ રૂપારેલીયા, દિલીપભાઈ સોમૈયા, રજનીભાઇ રાયચુરા, જયદેવભાઈ રૂપારેલીયા, ચન્‍દુભાઈ રાયચુરા, કલ્‍પેશભાઈ કોટક, કળણાલ વણજારા, દિલીપભાઈ સેતા, સાગર કક્કડ, ડો. મિલાપ ઠક્કર (સદભાવના હોસ્‍પિટલ), હાર્દીક ચોલેરા, હિતેનભાઈ કતિરા, માલવ વાસણી, રઘુરાજ રૂપારેલીયા, તુષાર વિઠલાની, ભાવેશભાઈ કતિરા, રાજુભાઈ નાગરેચા, ધર્મેન્‍દ્ર કારીયા, શુભમ કતિરા, તારક સેતા, પરિમલ કોટેચા, પ્રકાશ ગઢીયા, સુધીર ખાલપદા, મનીષ ચાંદરાના, જય દેવાની, સમીર સોમૈયા, ધર્મેશ નંદાણી, પારસ કુંડલીયા, વિનીત સોમૈયા, પ્રિયાંત પરમાર, રાજુભાઈ સાયાણી, લલિતભાઈ બુધ્‍ધદેવ, નીરવ ચોટાઈ, યશ મકવાણા, દેવ પોપટ, કરણ વસાણી, સિધ્‍ધાર્થ રૂપારેલીયા, દર્શ સેતા, ચિતન વિઠ્ઠલાણી, જગદીશભાઇ બલદેવ, રમણીકભાઇ દાવડા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા

(3:47 PM IST)