News of Saturday, 21st November 2026
ત્રંબાના મોહનધામ આશ્રમ ખાતે સોમવારથી રામકથા
વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી હિરેનભાઇ કથાનું રસપાન કરાવશેઃ દરરોજ બંને ટાઇ પ્રસાદની વ્યવસ્થા

રાજકોટ તા. ર૧ :.. શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામના મોહનધામ આશ્રમ ખાતે તા. ર૩-૧૧-ર૦ર૬ થી સોમવારથી ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાંૅ આવેલ છે.
રૂપાવટીના સંત શ્રી શામળાબાપા આશ્રમના હાલના ગાદીપતી સંત શ્રી મોહનદાસબાપાના સાન્નીધ્યમાં અને તેમના માર્ગદર્શન નીચે હજારો સેવકો આ કથાનો લાભ લેશે.
આ રામકથામાં સંત શ્રી બજરંગદાસબાપાના જીવનના પ્રસંગો ને આવરી લેવામાં આવનાર છે. સંતશ્રી બજરંગદાસ બાપાના જીવન કવન પર વ્યાસપીઠ પરથી ગારીયાધારના વિદ્વાન શાષાીશ્રી હિરેનભાઇ જોષી રામચરીત માનસ કથાનું રસપાન કરાવશે. ર૩-૧૧-ર૦ર૬ ને સોમવારે સવારે ૯ વાગ્યે ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા નિકળશે.
કથામાં ભાગ લેવા દરેક ભકતોને આમંત્રણ છે સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ એમ બન્ને સમય કથાનું વાંચન થશે.
કથાના નવ દિવસ દરમ્યાન રાજકોટથી ત્રંબા આવતી દરેક સીટી બસ આશ્ર સુધી જશે. તેવુ સંચાલકો તરફથી ખાતરી આપવામાં આવી છે.
કથામાં બન્ને ટાઇમ હજારો સેવકો અને આવનાર દરેક શ્રોતાઓ માટે એટલે કે સવારે ૧૧:૩૦ અને સાંજે ૭:૩૦ હરીહર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ છે.
કથા દરમ્યાન રોજ રાત્રે ૯ થી ૧૨ ધુન અને ભજનના કાર્યક્રમો છે. જેમાં મુખ્યત્વે ત્રંબા અને અણીયારા ગામનું ધુન મંડળ, જાણીતા ભજનીક નીરંજન પંડયા, જનક વેગડ, વિશાલ વરૂ, કિરણબેન પ્રજાપતિ તથા ક્રિષ્નાબા અને પ્રભાબેનનું મહીલા મંડળ તથા માયાભાઇ આહિરના કાર્યક્રમો યોજાનાર છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને કથા તેમજ દરેક કાર્યક્રમોનો લાભ લેવા આશ્રમનું આમંત્રણ છે.
આશ્રમની અંદરના ગુરૂમંદિર પર રોજેરોજ ધજારોહણના પણ કાર્યક્રમો છે. તેમ શ્રી જગદીશભાઇ રૂઘાણીની એક યાદીમાં ઉમેરાયુ છે.
(11:36 AM IST)










