News of Saturday, 14th November 2026
જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા શહેરમાં ૧૦ સ્થળોએ જલારામ બાપાની કુટીરનું નિર્માણ
સમગ્ર રાજકોટ બનશે જલારામમયઃ સર્વે ભાવિકોને કુટીરનાં દર્શનનો લાભ લેવા આમંત્રણ

રાજકોટઃ જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત પાંચમાં વર્ષે અનેક સ્થળોએ જલારામ બાપાની કુટીરનું નિર્માણ કરી તા.૧૬, સોમવારનાં રોજ યોજાનાર પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિની અનોખી ઉજવણી કરશે. ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સોૈના પરમ શ્રદ્ધેય, પ્રાતઃસ્મરણીય, સંત શીરોમણી શ્રી જલારામબાપાના ૨૨૭માં પ્રાગટય પર્વના ભક્તિમય,ભાવભીના ઉત્સવની જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા રાજકોટ શહેરમાં સતત પાંચમાં વર્ષે સંતો, મહંતો, વડીલો તેમજ લાખો ભાવિક સમુદાયના સથવારે એક અનેરી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા શહેરના અલગ-અલગ સ્થળોએ જલારામ કુટીરનું નિર્માણ કરી આપવામાં આવશે.
જલીયાણ કુટીર ગ્રુપનાં આયોજકો વિશેષ વિગતો આપતા જણાવે છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા જ પ્રકારનું આયોજન કરવામા આવ્યું છેુ જેમાંરાજકોટ શહેરમાં અનેક સ્થળોએ ‘જલારામ જયંતી' ધામધુમ પૂર્વક ઉજવાય છે. ત્યાં જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા ‘શ્રી જલારામ ધામ'નું નિર્માણ કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા રાજ ભુપતાણી, મેહુલ જસાણી, નિરવ રૂપારેલીયા, સાર્થક ગણાત્રા, સંદીપ ગંદા, પરેશ દાવડા, પાર્થ સચદે, રાજ પલાણ, યશ કારીયા, કરણ કારીયા, જીગ્નેશ રૂપારેલીયા, હિરેનભાઇ અનડકટ, ધવલ પાંધી, શુભમ ખંઘેડીયા, યશ પોપટ, યજ્ઞેશ પોપટ, પલક મોદી, સંજયભાઇ જીમુલીયા, શિવમ વસંત, નિસર્ગ વસંત, રાહુલ માધવાણી, પ્રિત ભીમજીયાણી, શ્યામ ચતવાણી, ભાસ્કર ખખ્ખર, રાકેશ ચોૈહાણ.
‘જલીયાણ કુટીર ગ્રુપ'ના માર્ગદર્શન તરીકે મિતેશભાઇ રૂપારેલીયા (રઘુકુળ યુવા ગ્રુપ) , જયદેવભાઇ રૂપારેલીયા (રઘુકુળ યુવા ગ્રુપ), શીલ્પાબેન પુજારા (કોમલ હેન્ડીક્રાફટ), ભાવિકભાઇ રૂપારેલીયા (યામી મંડપ સપ્લાયર્સ), નૈનેશભાઇ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઇ કકકડ (યશ બેંક), કેતનભાઇ સૂચક, હાર્દિકભાઇ ચોલેરા, શેખરભાઇ સુચક, ઉપેન્દ્રભાઇ પોપટ, હિમાંશુભાઇ વસંત વિગેરેનો વિશેષ સહયોગ મળી રહયો હોવાનું યાદીમાં જણાવાયું છે. ‘જલીયાણ કુટીર ગ્રુપ'માટે આપના સૂચનો, માર્ગદર્શન આવકાર્ય છે. આ કાર્યમાં જોડાવવા તથા આ અંગેની વિશેષ માહિતી માટે રાજ ભુપતાણી (મો.૯૦૩૩૯ ૭૯૧૬૭), સાર્થકભાઇ ગણાત્રા (મો.૯૦૯૯૯ ૨૯૯૯૪), મેહુલ જસાણી (મો.૯૯૨૫૧ ૬૪૪૪૯), નિરવ રૂપારેલીયા (મો.૮૩૨૦૮ ૯૨૬૦૯), પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:57 PM IST)










