<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જલારામ જયંતિઃ આરતી સુશોભન સ્‍પર્ધા, વેશભુષા સ્‍પર્ધા, રકતદાન કેમ્‍પ, અન્‍નકૂટ દર્શન મહાઆરતી, મહાપ્રસાદ

રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિરાણી હાઇસ્‍કૂલના મેદાનમાં આયોજન

રાજકોટઃ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્‍ટ તથા રઘુવંશી મહિલા પરિવારના સંયુકત ઉપક્રમે સંત શિરોમણી પરમ પૂજય શ્રી જલારામબાપાની રર૭ મી જન્‍મજયંતિ નિમિતે તા. ૧૬, સોમવારે રાજકોટ ખાતે ભવ્‍ય જન્‍મજયંતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મહોત્‍સવ અંતર્ગત સાંજે પ કલાકે રઘુવંશી મહિલા પરિવાર દ્વારા આરતી સુશોભન સ્‍પર્ધા તથા બાળકો માટે ધાર્મિક વેશભૂષા સ્‍પર્ધા, સાંજે પ કલાકે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, સાંજે ૬ કલાકે અન્‍નકૂટ દર્શન, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. 

રઘુવંશી મહિલા પરિવાર દ્વારા આયોજિત આરતી સુશોભન સ્‍પર્ધા તથા બાળકો માટેની ધાર્મિક વેશભૂષા સ્‍પર્ધામાં જલારામ પ્રેમી બહેનોને આમંત્રણ અપાયું છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે કોઇપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી. વધુ માહિતી તથા સ્‍પર્ધામાં ભાગ લેવા માટે પ્રીતિબેન એમ. પાઉં મો.૯૮૭૯૧ ૯૧૧૧૦

સ્‍થળઃ જલારામ ધામ,વિરાણી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, ટાગોર રોડ, રાજકોટ.

આયોજકઃ રાજકોટ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્‍ટ તથા રઘુવંશી મહિલા પરિવાર 

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મયંકભાઇ પાંઉ, કૌશીકભાઇ માનસાતા, કલ્‍પેશભાઇ બગડાઇ, ઉમેશભાઇ સેદાણી,કેતનભાઇ સોમૈયા, વિમલભાઇ વડેરા, કાનાભાઇ સોનછત્રા, મેહુલભાઇ નથવાણી, વિપુલભાઇ મણીયાર, દર્શીલભાઇ જીવરાજાની, વિરાજ સેજપાલ, રવિરાજભાઇ પુજારા, યશભાઇ ભીંડોરા, નંદનભાઇ વિઠ્ઠલાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા.

(2:54 PM IST)