તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
રાજકોટમાં બુધવારથી મશીન ટુલ્સના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનો પ્રારંભ

એન.એસ.આઇ.સી.ના ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય આયોજન : મેટલ કટીંગ, ફોર્મીંગ, ઓટોમેશન, ફોર્જીંગ સહિતના વિભાગોનું પ્રદર્શન : પ૦૦થી વધુ સ્ટોલ્સ : દેશ-વિદેશની કંપનીઓ ભાગ લેશે.
રાજકોટ : શહેરના આજી ડેમ રોડ પર આવેલ એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ ખાતે તા. રપ થી ર૮ નવેમ્બર (બુધ થી શનિ) દરમ્યાન ૧૦મો રાજકોટ મશીન ટુલ્સ શો ર૦ર૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્ષણનું કેન્દ્ર બને છે.
કે એન્ડ ડી કોમ્યુનીકેશન લી. અમદાવાદ અને મશીન ટુલ્સ એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે વર્ષ ર૦૦૬ થી રાજકોટ મશીન ટુલ્સ શો ની શુભ શરૂઆત થઇ. જેને અનન્ય પ્રતિસાદ મળતો ગયો અને ‘‘રાજકોટ મશીન ટુલ્સ શો'' ઔદ્યોગિક ક્ષેત્ર માટે આકર્ષણનું સ્થાન બન્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.
ભારત તથા યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીઆ, ઇટાલી, યુ.એ.ઇ., થાઇલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની ૩પ૦ થીવધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે. આ પ્રદર્શનની મુલાકાતે રાજકોટ તથા દેશ-વિદેશમાંથી અંદાજે પ૦ હજારથીવધારે મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર એકઝીબીશન માટે એસોસીએશનના હોદ્દેદારો શ્રી યોગીનભાઇ છનીયારા (પ્રમુખ), શ્રી હરેશભાઇ પટેલ (ઉપ-પ્રમુખ), તેજસભાઇ દુદકીયા (સેક્રેટરી), દેવલભાઇ ઘોરેચા (જો. સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેકટરો શ્રી સચીનભાઇ નગેવાડીયા, બ્રીજેશભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, અશ્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા, રવિભાઇ મારૂ અને વિમલભાઇ કંટારીયા તથા કે એન્ડ ડી કોમ્યુનીકેશન લી. અમદાવાદના શ્રી કમલેશભાઇ ગોહીલ, અમીતભાઇ મિષાી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૭ર૪૦૦ ૭૭૪૪૦ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:19 PM IST)










