તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 14th November 2026
એચઆર મેનેજર રોહિન જોટંગીયા કામ જ નહોતા કરતાં એવા કર્મચારીઓના નામે પગાર જમા કરાવી ૧૭.૨૪ લાખ ખાઇ ગયો
હડમતાળાની રાજ ઇનોટેક કંપનીમાં અઢી વર્ષથી નોકરી કરતાં મવડીના શખ્સે ગોલમાલ આચરી : રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ વાટીકામાં રહેતાં કંપની સંચાલક સંજયભાઇ ધુલીયાની ફરિયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ. તા.૧૪: કોટડા સાંગાણી તાબેના હડમતાળામાં આવેલ રાજ ઇનોટેક કંપની સાથે રૂ.૧૭.૨૪ લાખની છેતરપીંડી થઇ છે. રાજકોટના કારખાનેદારને તેની કંપનીના જ એચ. આર. મેનેજરે લાખોનો ચૂનો લગાવી દીધો હતો. એચઆર મેનેજરે કંપનીમાં નોકરી જ કરતાં ન હોય તેવા લોકોના નામે બે વર્ષથી જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ખોટી રતીે પગાર ચકુવણી કરી હતી અને આ રીતે ૧૭,૨૪,૮૧૭ બારોબાર ઉસેડી લીધા હતાં. આ કારસ્તાન ઉઘાડુ પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવમાં કોટડા સાંગાણી પોલીસે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક માવધ વાટીકા-૧ માધવ ગેઇટની અંદર રાજ પેલેસ ખાતે રહેતાં અને હડમતાળા ગામે રાજ ઇનોટેક લિમીટેડ કંપની નામે ફેક્ટરી ચલાવતાં સંજયભાઇ હિમતભાઇ ધુલીયા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી તેની કંપનીના એચઆર મેનેજર રોહિત હેમંતભાઇ જોટંગીયા (રહે. મવડી ઓમશીવ માટેલ શેરી-૬, ખોડીયાર મંદિર પાસે) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સંજયભાઇએ ફરિયાદમોં જણાવ્યું હતું કે, તેઓ કોટડાસાંગાણી હડમતાળા પ્લોટ નં. ૩ કલાસિક કોર્નર પાસે રાજ ઇનોટેક લીમીટેડ નામની કંપની ધરાવે છે. તેઓની કંપનીમાં રોહિન હેમંત જોટંગીયા આશરે અઢી વર્ષ પહેલા આરી કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરીએ લાગ્યો હતો. જેનુ મુખ્ય કામ લોકોને નોકરી પર રાખવાથી લઇ તેઓના પગાર કરવા સુધીનુ હોય છે.
તે તેના કામ મુજબ કામ કરતા લોકોના પગારની એકસેલ શીટ તૈયાર કરી અને તેના અપ્રુવલ માટે ફરીયાદીની સહીની જરૂરીયાત રહેતી હોય છે, જેથી તે જે હીસાબ લઇ આવે તેમા તેઓ સહી કરી દેતા હતાં. આ વર્ષના ઓગસ્ટ મહીનામા આ રોહિને હીસાબ આપેલ તે હિસાબ બાબતે શંકા જતા કંપનીમાં નોકરી કરતા મજુર કર્મચારીઓના પગારની બેંકમાંથી ખતવણી કરેલ ત્યારે જાણવા મળેલ કે, કંપનીમાં અમુક નામવાળી વ્યક્તિઓ નોકરી કરતી નથી, તેમ છતા કંપનીના એચ.આર. મેનેજર રોહિન જોટંગીયા તેઓને વિશ્વાસમાં લઈ કંપનીના મજુર કર્મચારીઓના પગાર ખતવણીના બીલમાં સહીઓ લઈ તેમના મળતીયા માણસોના બેંક એકાઉન્ટમાં જુન ૨૦૨૪ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમા ખોટી રીતે પગારની ખતવણી કરેલ છે.
આ પછી કંપનીમા કામ કરતા મજુર કર્મચારીઓના નામ સાથેનો ડેટા ચેક કરેલ જેમાં નરેન્દ્રકુમાર, શીવમકુમાર, મનીશ શહાની કંપનીમા નોકરી કરતા ન હોય તેમ છતા રોહીને કંપનીમા નોકરી કરતા કર્મચારીઓના નામોની વચ્ચે તે નામ ઉમેરી તેના જાણીતાઓના બેંક એકાઉન્ટમા જુન ૨૦૨૪ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીનો પગારની ખોટી રીતે ખતવણી કરેલ છે, જેથી બેંકમાં તપાસ કરાવતા કંપની રાજ ઈનોટેકના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ રકમના ૭૭ ટ્રાંજેક્શન કરી કુલ રૂ. ૧૭,૨૪,૮૧૭ ટ્રાન્સફર કરી લીધાનું ખુલ્યું હતું.
આ પછી એચઆર રોહિન જોટંગીયાને આ બાબતે પુછતા તેણે જુદા-જુદા બહાના બતાવવાનું ચાલુ કર્યુ હતું તેમજ અમુક સવાલોના જવાબો આપવામાં ગલ્લા-તલ્લા કરવા લાગેલ. આ પછી તેણે અચાનક નોકરી પર આવવાનુ બંધ કરી દીધેલ હતું. આથી તેના ભોપાળાની ખબર પડી હતી. આ પછી તેણે પોતે ઉચાપત કરેલા નાણા પાછી આપી દેશે તેવા વાયદાઓ કર્યા હતાં. પરંતુ આજ સુધી પૈસા ન આપતાં અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. હેડકોન્સ. વી. એસ. ઝાલાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)
(11:09 AM IST)










