તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મકાન, ફલેટ અને રસ્તોઃ ત્રણ સ્થળેથી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
ક્રાઇમ બ્રાંચનો ગોંડલ રોડ પર ખોડીયારનગર, રેલનગરના બાલાજી એપાર્ટમેન્ટમાં અને તાલુકા પોલીસનો કણકોટ પાસે દરોડો

રાજકોટ તા. ર૧: શહેરમાં ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે મકાન, ફલેટ અને રોડ મળી ત્રણ સ્થળોએ દરોડા પાડી ત્રણ શખ્સોને વિદેશી દારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સ. પુષ્પરાજસિંહ ગોહીલ, કોન્સ. અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્ટાફે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતાં શકીલ સુલતાનભાઇ મીર (ઉ.વ. ર૪) મકાનમાં દરોડો પાડી તેને રૂા. ૪૮૦૦ના વ્હીસ્કીના ૪૮ ચપલા સાથે ઝડપી લીધો હતો.
બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચનાંહેડ કોન્સ. સંજયભાઇ અલગોતર, કોન્સ. ધર્મરાજસિંહ રાણા સહિતના સ્ટાફે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં કિશન મનહરભાઇ વિઠ્ઠલાપરા (ઉ.વ. ૩૬) ના ફલેટમાંથી રૂા. ૧૦,૮૦૦ની કિંમતની વ્હીસ્કીની ૬ બોટલ સાથે તેને પકડી લીધો હતો.
ત્રીજા દરોડામાં તાલુકા પોલીસના એએસઆઇ કે. એસ. ઝાલા, કોન્સ. મુકેશભાઇ ડાંગર સહિતે કણકોટ ગામના સ્મશાન પાસેથી વિનોદ રમણીકભાઇ ચાવડા રહે. કણકોટ ગામ પ૦ વારીયા પાસે) ને વ્હીસ્કીના એક ચપલા સાથે પકડી લીધો હતાં
(2:22 PM IST)










