<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

કાળીપાટ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

આજીડેમ પોલીસના હેડ કોન્‍સ પી.એ.ચીરોડીયા, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, સાવનભાઇ સાંગાણી સહિતની કામગીરી

રાજકોટ, તા.૨૧: રાજકોટ નજીકના કાળીપાટ ગામે હનુમાન મંદિર પાસેથી આજીડેમ પોલીસે જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્‍સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

આજીડેમ પોલીસના હેડ કોન્‍સ પી.એ. ચીરોડીયા કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, સાવનભાઇ સાંગાણી સહિતન સ્‍ટાફ કાળીપાટ ગામે હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આશિષ નિલેષભાઇ મકવાણા (ઉ.વ.૨૦ વિશાલ ધનજીભાઇ મોરવાડીયા (ઉ.વ.૨૦) કલ્‍પેશ દેવજીભાઇ ચાંડયા (ઉ.વ.૨૩) સંજય માધાભાઇ ગોવાણી (ઉ.વ.૪૦) અને અજય દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૩૨ રહે. કાળીપાટ)ને પકડી રૂા. ૧૮૬૦ની રોકડ કબ્‍જે કરી હતી.

(4:05 PM IST)