<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

આનુવંશિક રોગથી પીડાતા બાળકોની સારવાર માટે પીડિયાટ્રિક ટાઇપીંગ અને ડોનર રજીસ્‍ટ્રીની સ્‍થાપના

બોન મેરો અને સ્‍ટેમ સેલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન સેવાને વધુ અસરકારક બનાવાશે

 રાજકોટ, તા.૨૧: ગુજરાત સરકાર દ્વારા જીવલેણ રક્‍ત સંબંધિત રોગોથી પીડિત બાળકોને બોન મેરો અને સ્‍ટેમ સેલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન સેવાઓ વધુ સુલભ અને અસરકારક રીતે ઉપલબ્‍ધ કરાવવા માટે રાજ્‍યની બાળ વસ્‍તી આધારિત HLAટાઇપિંગ અને ડોનર રજિસ્‍ટ્રી કાર્યક્રમ સ્‍થાપિત કરવાનો પ્રસ્‍તાવ કરવામાં આવ્‍યો છે. HLA ટાઇપિંગ એ એક મહત્‍વપૂર્ણ આનુવંશિક પરીક્ષણ છે, જે ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન માટે દર્દી સાથે સુસંગત  દાતાની ઓળખ કરવા માટે આવશ્‍યક છે. જોકે, પરીક્ષણનો ઊંચો ખર્ચ, મર્યાદિત માળખાકીય સુવિધાઓ તથા મોટા ડોનર (દાતાની) રજિસ્‍ટ્રીના અભાવને કારણે સમયસર ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશનની સુવિધા ઉપલબ્‍ધ કરાવવી હજુ પણ એક પડકારરૂપ બાબત છે.

ગુજરાતમાં જીનેટીક રોગોથી પીડાતા બાળકોની સારવાર માટે રાજય સ્‍તરીય HLA (Human Leukocyte Antigen) ટાઈપીંગ દ્વારા ડોનર રજીસ્‍ટ્રીની સ્‍થાપના કરવા અંગેની યોજના માટે અંદાજિત કુલ રૂ.૧૦૦ કરોડની નવી બાબત માટે નાણાકીય વર્ષ : ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં ગુજરાત સરકારના હિસ્‍સા પેટે રૂા. ૩૦.૨૫ કરોડ નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ છે.

સરકારના આરોગ્‍ય વિભાગે તા.૧૯ નવેમ્‍બે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યા મુજબ પુખ્‍ત વિચારણાને અંતે ગુજરાતમાં જીનેટીક રોગોથી પીડાતા બાળકોની સારવાર માટે રાજ્‍ય સ્‍તરીય પીડિયાટ્રિક HLA (Human Leukocyte Antigen) ટાઇપિંગ અને ડોનર રજિસ્‍ટ્રીની સ્‍થાપના કરવા અંગેની યોજના માટે વાયબિલિટી ગેપ ફંડિંગ(VGF) માર્ગદર્શિકા મુજબ અંદાજિત કુલ રૂ.૧૦૦ કરોડની નવી બાબત માટે. નાણાકીય વર્ષઃ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં ગુજરાત સરકારના હિસ્‍સા પેટે કરવામાં આવેલ રૂ&.૩૦.૨૫ કરોડની નાણાકીય જોગવાઈનો ખર્ચ કરવા મંજૂરી આપેલ છે.

યોજનાનું નામઃ રાજય સ્‍તરીય પીડિયાટ્રિક HLA ટાઇપિંગ અને ડોનર રજિસ્‍ટ્રી યોજના, ગુજરાત રહેશે. બાળકો માટે સમયસર ડોનર-રેસીપીયન્‍ટ મેચિંગ સુલભ બનાવવું HLA ટેસ્‍ટિંગનો વ્‍યાપ વધારવો બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટેની ઉપલબ્‍ધતા વધારવી અને મૃત્‍યુદર ઘટાડવો ગ્રામ્‍ય. આદિવાસી અને પછાત વર્ગના લોકોનો સમાવેશ સુનિヘતિ કરવો વગેરે આયોજનના હેતુ છે. 

(4:05 PM IST)