<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વીજ તંત્ર યુનિટ દીઠ ૧૫ પૈસાનો વધારો હવે વસૂલશેઃ બીલીંગ સોફટવેરમાં હવે અપડેટ થતા ૪ મહિનાના ‘એવરેજ' નાણા ચૂકવવા પડશે

જૂલાઇમાં ૧૫ પૈસાનો વધારો કરાયો હતોઃ લાખો વીજ ગ્રાહકોમાં એવરેજની વસૂલાત સામે મચી ગયેલો દેકારો : આગામી બીલમાં રાજકોટના ૬ લાખ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના ૬૨ લાખ વીજ ગ્રાહકોને રૂા.૩૦૦થી ૧૫૦૦-૨ હજારનો ડામ આવશે

રાજકોટ, તા.૨૫: સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના ૬૨ લાખ વીજ ગ્રાહકોને મોટો ડામ ખમવો પડશે. સરકાર જૂલાઇ મહિનામાં યુનિટ દીઠ અંદાજે ૧૫ પૈસાનો વધારો ઝીંકયો હતો. જે બીલના સોફટવેરમાં હવે અપડેટ થતા આગામી બીલમાં ૩ થી ૪ મહિનાનું ૧૫ પૈસા લેખે એવરેજ બીલ પણ રેગ્‍યુલર બીલમાં વસૂલાશે. પરિણામે સીંગલ ફેઝ, થ્રી ફેઇઝ, કોર્મશીયલ, ઓૈધોગિક, ખેતીવાડી, વીજ કનેકશન ધારકોને એવરેજ ૩૦૦ થી માંડી ૧૫૦૦ થી ૨ હજાર રૂપિયા વધારે ભરવા પડશે. પરિણામે લાખો ગ્રાહકોમાં દેકારો મચી જશે.

 એનર્જી ચાર્જ, ફયુઅલ સરચાર્જ, ડિમાન્‍ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્‍ટી સહિતના ૫ પ્રકારના ચાર્જ પર જુલાઈથી ૩.૯૯ ટકાનો વધારો કરાયો છે.આ ભાવ વધારો જુલાઈ મહિનાથી અમલી બનાવવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. પરિણામે ઘરેલું તેમજ અન્‍ય વીજ ગ્રાહકોના માસિક વીજ બિલમાં વધારો થવાની શકયતા છે. મળતી માહિતી મુજબ, વીજ બિલમાં લાગતા પાંચ પ્રકારના ચાર્જમાં ૩.૯૯ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. જેમાં એનર્જી ચાર્જ, ફયુઅલ સરચાર્જ, ડિમાન્‍ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ તથા પેનલ્‍ટી સંબંધિત ચાર્જનો સમાવેશ થાય છે.

વીજ ગ્રાહકોને મળતા બિલમાં અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જમાં થયેલા ૩.૯૯ ટકાના વધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્‍સા પર પડી શકે છે. ખાસ કરીને વધુ વીજ વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં વધુ રકમ ચૂકવવી પડી શકે છે. ગ્રાહકોને વીજ બિલમાં થયેલા વધારાની સાચી જાણકારી મેળવવા માટે જુલાઈ પહેલાંનાં બિલ, જાન્‍યુઆરીનાં બિલ અને હાલનાં બિલની સરખામણી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સામાન્‍ય રીતે લોકો કામકાજની વ્‍યસ્‍તતાને કારણે વીજ બિલનું ઝીણવટભર્યું વિશ્‍લેષણ કર્યા વગર જ ઓનલાઈન કે ઓફલાઈન પેમેન્‍ટ કરી દેતા હોય છે. આ કારણે બિલમાં લાગતા વિવિધ ચાર્જ અને તેમાં થયેલા ફેરફાર પર ગ્રાહકોનું ધ્‍યાન જતું નથી. (૩.૧૯)

 

(3:04 PM IST)