તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
કોંગ્રેસને જંગલેશ્વર સિવાય બીજું કશું દેખાતું નથી? મનિષ ભટ્ટનો વળતો પ્રહાર
ટીપીના રોડ અને અનામત પ્લોટ ખુલ્લા કરાવવા અનેક વખત ડિમોલીશન થયા છે, છતાં કોંગ્રેસ એક જ મુદ્દે રાજકારણ કરે છે

રાજકોટઃ જંગલેશ્વર ડિમોલીશનના મુદ્દે જનરલ બોર્ડમાં વારંવાર હંગામો મચાવતા કોંગ્રેસના કોર્પોરેટરો સામે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનિષભાઈ ભટ્ટે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપીના રોડ અને અનામત પ્લોટ પરના દબાણો દૂર કરવા સમયાંતરે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. જંગલેશ્વર કોઈ પ્રથમ કે એકમાત્ર ડિમોલીશન નથી.
તેમણે કોંગ્રેસના વલણ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસ માત્ર જંગલેશ્વરના મુદ્દાને જ પકડીને બેઠી છે. શહેરના વિકાસ અને જાહેર હિતની કામગીરીને રાજકીય વિવાદમાં ફેરવવાને બદલે કોંગ્રેસે રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેવો તેમણે ટોણો માર્યો હતો.
(3:56 PM IST)










