તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 14th November 2026
બિરસા મુંડાઃ જય જોહારઃ અબુવા ઢીશોમ અબુવા રાજ

અબુવા ઢીશોમ અબુવા રાજ (અર્થાત મારી જમીન પર મારું રાજ) નો નારો દેનાર મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડા જી ની જન્મજયંતિ ૧૫ નવેમ્બર જ્યારે નજીક આવી રહી હોય ત્યારે આપ ણે ભારત દેશના મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડા ને કેમ ભૂલી જય સકિયે ઇતિહાસ ના પાના માં ભૂલાય ગયેલ મહાન ક્રાંતિ કારી ભગવાન બિરસા મુંડા જી ના જીવન ચયન પર થોડી નજર નાખી યે. આમતો આ નામ ઝારખંડ અને બિહારના લોકોના મુખે વસેલું છે જ્યારે આ નામ માત્ર ઝારખંડ અને બિહાર પૂરતું સીમિત હતું તેમ જ ત્યાં જ ચોકે ચોકે તેમની પ્રતિમાઓ રાંચી ઇન્ટરનેસ્નલ એરપોટ તેમજ મોટા મોટા સ્મારકો તેમના નામથી હતા.
પણ આખા ભારત ભર મા આ નામ ને વધારે પ્રચલિત કરવા નો શ્રેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના દ્વારા ચાલતા સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમની પ્રેરણાથી માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીને જાય એમ હું ચોક્કસથી કહી શકું અને હું હૃદયથી તેમનો આભારી છું કારણકે એમના દ્વારા આજે ઘણા બધા આદિવાસી જનજાતીય ક્રાંતિકારીઓને વિશ્વ ફલક ઉપર લઈ આવ્યા છે અને ખાસ કરીને ભગવાન બિરસા મુંડા ના નામ અને તેમના વિચારો ને આખા ભારતમા ફેલાવ્યા છે
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આદિવાસીઓના હકો માટે લડનારા મહાન નેતાઓમાં ભગવાન બિરસા મુંડાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. તેમને 'ધરતી આબા' (ધરતીના પિતા) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું જીવન માત્ર ૨૫ વર્ષનું હતું, પરંતુ તેમના ક્રાંતિકારી વિચારો અને સંઘર્ષની અસર આજે પણ અનુભવાય છે
બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫ ના રોજ આજના ઝારખંડ રાજ્યમાં સ્થિત ઊલિહાતુ ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી હાતુ હતું. તેમનો જન્મ ગુરુવાર (સ્થાનિક ભાષામાં 'બિરવાર')ના દિવસે થયો હોવાથી તેમનું નામ 'બિરસા' રાખવામાં આવ્યું
તેમનું બાળપણ ગરીબીમાં અને જંગલની નજીક વીત્યું. તેઓ નાનપણમાં ઘેટાં-બકરાં ચરાવતા અને જંગલમાંથી લાકડાં ભેગાં કરતા હતા.તેમણે શરૂઆતમાં મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું, પરંતુ ખ્રિસ્તી ધર્માંતરણના પ્રયાસો અને આદિવાસી સંસ્કૃતિ પ્રત્યેના તિરસ્કારને કારણે તેમણે તે શાળાઓ છોડી દીધી. આ દરમિયાન તેમને હિદુ સનાતન ધર્મ વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો.
આ સમયગાળામાં, બ્રિટિશ સરકારે જલ, જંગલ અને જમીન પરના આદિવાસીઓના પરંપરાગત અધિકારો છીનવી લીધા હતા. ખ્રિસ્તી મિસનરિયો અને વ્યાજખોરો આદિવાસીઓનું શોષણ કરતા હતા, જેના કારણે તેમનું જીવન અત્યંત મુશ્કેલ બની ગયું હતું.
બિરસા ધર્મની સ્થાપનાઃ ૧૮૯૫ની આસપાસ, બિરસા મુંડાએ પોતાની જાતને દૈવી શક્તિઓથી સંપન્ન જાહેર કરી અને 'બિરસા ધર્મ' અથવા 'બિરસાઇત' પંથની સ્થાપના કરી. આ પંથનો ઉદ્દેશ્ય આદિવાસીઓને તેમના મૂળ રિવાજો અને સંસ્કૃતિ તરફ પાછા વાળવાનો, ખ્રિસ્તી મિસનરિયો દ્વારા થોપવામાં આવેલ અંધશ્રદ્ધા દૂર કરવાનો અને પ્રકૃતિ જ પાલનહાર છે અને સનાતન ધર્મ જ મૂળ છે તેવું જ દ્રઢ પણે માનતા અને જનજાતિય સમાજના બીજા લોકોને સમજાવતા
તેમના ચમત્કારી ઉપદેશો અને લોકોના કલ્યાણના કાર્યોને કારણે આદિવાસી જનજાતિ સમાજે તેમને 'ભગવાન' અને 'ધરતી આબા' (પૃથ્વીના પિતા) તરીકે માન આપવાનું શરૂ કર્યું.બિરસા મુંડાએ આદિવાસીઓને બ્રિટિશ સરકાર, ખ્રિસ્તી મિસનરિયો અને વ્યાજખોરોના શોષણ સામે એક થવા માટે પ્રેરિત કર્યા. તેમનો વિદ્રોહ 'ઉલગુલાન' તરીકે ઓળખાય છે, જેનો મુખ્ય હેતુ ખ્રિસ્તી મશીનરીઓ અને બ્રિટિશ રાજને હાંકી કાઢીને કોય પણ ભોગે મુંડા જાતિનું સ્વ-શાસન પુનઃસ્થાપિત કરવાનો હતો.
સંઘર્ષના મૂળઃ ઉલગુલાન ક્રાંતિના મુખ્ય કારણોઃ બિરસા મુંડાના નેતૃત્વ હેઠળના મહાન વિદ્રોહનાં મૂળિયાં આદિવાસી સમાજ પરના બ્રિટિશ ખ્રિસ્તી મિસનરિયો અને બહારના લોકોના અત્યાચારોમાં હતાં: ૧૮૯૪માં નિષ્ફળ ચોમાસાને કારણે છોટાનાગપુરમાં ભયંકર દુષ્કાળ અને રોગચાળો ફેલાયો, જેનાથી આદિવાસીઓની દુર્દશા ચરમસીમાએ પહોંચી ગઈ અને આંદોલનને વેગ મળ્યો.
જમીન અને જંગલ પરના અધિકારોનું હનનઃ બ્રિટિશ સરકારે વન અધિનિયમો (Forest Acts) લાગુ કરીને આદિવાસીઓને તેમના જંગલ પરના પરંપરાગત અધિકારોથી વંચિત કર્યા. જંગલ જ આદિવાસીઓના જીવનનો આધાર હતો (લાકડાં, દવાઓ, ખોરાક), જે છીનવાઈ ગયો.
‘ખૂંટકટ્ટી' પ્રથાનો નાશઃ મુંડા સમાજમાં જમીનની સામુહિક માલિકીની ખૂંટકટ્ટી પ્રથા હતી. અંગ્રેજોએ આ પ્રથાને નાબૂદ કરીને જમીનદારો (દીકુઓ - બહારના લોકો)ને જમીનની માલિકી આપી દીધી, જેનાથી આદિવાસીઓ તેમની જમીન પર જ મજૂર બની ગયા.
વેઠ પ્રથા (Forced Labour): જમીનદારો, ઠેકેદારો અને વ્યાજખોરો આદિવાસીઓ પાસે મફતમાં કે નજીવા દરે મજૂરી કરાવતા હતા.
ધર્માંતરણના પ્રયાસોઃ મિશનરીઓ દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને ઓળખને નકારવા બદલ બિરસા મુંડાએ તેનો સખત વિરોધ કર્યો.
૧૮૯૭ થી ૧૯૦૦ દરમિયાન, બિરસા મુંડા અને તેમના સેનાનીઓએ બ્રિટિશ ઠેકાણાઓ અને પોલીસ સ્ટેશનો પર હુમલા કર્યા. ૧૮૯૮ માં, તાંગા નદીના કિનારે બ્રિટિશ સેના સાથે તેમની મોટી અથડામણ થઈ.
પ્રથમ ધરપકડઃ બ્રિટિશ સરકારે ખ્રિસ્તી મિસનરિયોની ચડામણી થી તેમને જોખમી માનીને ૧૮૯૫માં તેમની ધરપકડ કરી. જોકે, બે વર્ષની સજા બાદ તેઓ મુક્ત થયા. અંતિમ ધરપકડઃ ૩ ફેબ્રુઆરી, ૧૯૦૦ના રોજ, ચક્રધરપુરના જામકોપાઈ જંગલમાં સૂતી વખતે તેમને ફરીથી પકડવામાં આવ્યા.તેમને રાંચી જેલમાં રાખવામાં આવ્યા. ૯ જૂન, ૧૯૦૦ના રોજ માત્ર ૨૫ વર્ષની યુવાન વયે, જેલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું. કેહવામાં આવે છે કે તેમને જેલ માં બ્રિટિશ જેલર દ્વારા ઝેર આપી ને મારી નાખવામાં આવેલ અને ખોટા રેકોર્ડ્સ બનાવી તેમનું મૃત્યુ કોલેરાના કારણે થયું હતું. તેવું જાહેર કરેલ
બિરસા મુંડાનું યોગદાન ભારતના ઇતિહાસમાં અનન્ય છે
૧. આદિવાસીઓના હકઃ તેમનો સંઘર્ષ આદિવાસીઓના જમીન, જંગલ અને સામાજિક અધિકારો માટેની લડતનો પ્રતીક બની રહ્યો.
૨. પ્રેરણા સ્ત્રોતઃ તેઓ લાખો આદિવાસીઓ જનજાતીય સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનાસ્ત્રેત છે. તેમના મૃત્યુ પછી પણ 'ઉલગુલાન'ની ભાવના જીવંત રહી.
૩. સર્વ સમાજને સાથે લઈને ચાલ્યા અને સર્વ સમાજમાં તેમની નામના થઈ
૪.જાહેર રજાઃ માનનિય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી ની સૂચનાથી તેમની જન્મજયંતિ, ૧૫ નવેમ્બરને, ભારત સરકાર દ્વારા 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે જાહેર કરવામાં આવી છે. તેમજ જાહેર રજા તરીકે જાહેર કરવા મા આવેલ ભગવાન બિરસા મુંડાએ સાબિત કરી દીધું કે શોષણ અને અન્યાય સામે લડવા માટે ઉંમર કે સંપત્તિ નહીં, પણ લ્લઢ નિヘય અને પોતાના લોકો પ્રત્યેની લાગણી જ જરૂરી છે.
૫. ઝારખંડ રાજ્યની રચનાઃ વર્ષ ૨૦૦૦માં ઝારખંડ રાજ્યની સ્થાપના બિરસા મુંડાની જન્મજયંતિ, ૧૫ નવેમ્બરના રોજ કરવામાં આવી, જે તેમના વારસાને શ્રદ્ધાંજલિ છે.
૬. રાષ્ટ્રીય ગૌરવઃ તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી મહાન આદિવાસી નેતા અને સમાજ સુધારક તરીકે યાદ કરવામાં આવે છે.
૭. ધાર્મિક સુધારાઃ બિરસા મુંડાએ આંદોલનને માત્ર રાજકીય જ નહીં, પણ સામાજિક-ધાર્મિક સ્વરૂપ પણ આપ્યું. તેમણે આદિવાસીઓને દારૂ છોડવા, ઘર અને ગામની સફાઈ રાખવા, અંધશ્રદ્ધા (જેમ કે ડાકણ-જાદુ)માં વિશ્વાસ ન રાખવા અને જળ જંગલ જમીન સૂર્ય ચંદ્ર પ્રકૃતિ ની જ ભગવાન તરીકે પૂજા કરવા માટે પ્રેર્યા. આનાથી આદિવાસી જનજાતિ સમાજમાં એકતા અને ગૌરવની ભાવના જાગી
૮. રાષ્ટ્રીય ગૌરવ સાથેઃ તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી મહાન આદિવાસી જનજાતીય નેતા અને સમાજ સુધારક તરીકે યાદ કરવામાં આવે છે. (૪૦.૧૮)
દર્શન ભીલ
ભાજપ કોર્પોરેટર
ભીલ અગ્રણીઃ રાજકોટ

(9:59 AM IST)










