<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સાવધાન! લાઇફ સર્ટીફીકેટના નામે સાયબર ગઠીયાએ વૃધ્‍ધને ૪.૬૮ લાખનો ચુનો લગાવ્‍યો

લાઇફ સર્ટીફીકેટ કઢાવવા જતા ખાતુ ‘મૃત' થઇ ગયુ બેંક કર્મચારીની ઓળખ આપી એ.પી.કે. ફાઇલ ઓપન કરાવી ૮૪ વર્ષના વૃધ્‍ધની ખાતાની વિગતો મેળવી લીધા બાદ ખાતામાંથી રકમ ઉપાડી લેતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો

જકોટ તા.૨૧: રૈયા રોડ પર ઇન્‍કમટેક્ષ સોસાયટીમાં રહેતા ૮૪ વર્ષીય વૃધ્‍ધને બેંક ઓફ બરોડાના કર્મચારીની ઓળખ આપી લાઇફ સર્ટીફિકેટ કાઢી આપવાનુ કહી એ.પી.કે. ફાઇલ ઓપન કરાવડાવી સાયબર ગઠીયાએ રૂા.૪.૮૬ લાખ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે રૈયા રોડ પર શિવાજી પાર્ક પાસે ઇન્‍કમટેક્ષ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન વ્‍યતિત કરતા જીવનલાલ માવજીભાઇ ભટ્ટ (ઉ.વ.૮૪)એ અજાણ્‍યા ફોન નંબર ધારક સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ કે, ગઇ તા.૧૧ના સાંજે તે ઘરે હતા ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે તેને વોટસએપ કોલ કરી ‘‘હું બેંક ઓફ બરોડામાંથી બોલુ છુ, અને લાઇફ સર્ટીફીકેટ ઓનલાઇન કાઢી આપુ જેથી તમારે બેંક ખાતે રૂબરૂ જવુ ન પડે, તમારૂ લાઇફ સર્ટીફીકેટ ઓનલાઇન બેંકમાં પહોંચી જશે! કહેતા વિશ્વાસ રાખી સહમત થતા કોલ કરનાર આરોપીએ વોટસએપ પર લાઇફ સર્ટીફીકેટ અપડેટ ડોટ લીન એપીકે નામે ફાઇલ મોકલી તેને ઓપન કરવા માટે કહયુ હતુ અને હું કહુ તે રીતે ફોર્મ ભરતા જાવ તેમ કહેતા તેણે તે ફાઇલ ઓપન કરી આરોપીના કહેવા મુજબ બેંક એકાઉન્‍ટ નંબર, ડેબીટ કાર્ડની વિગત, કાર્ડના પીન નંબર વગેરે વિગત તેને આપી હતી. ત્‍યારબાદ આરોપીએ ‘‘તમારૂ લાઇફ સર્ટીફીકેટ બેંક ઓફ બરોડામાં ડાઉનલોડ થતુ નથી, આ સિવાય બીજી કોઇ બેંકમાં ખાતુ હોય તો મને વિગતો આપો, જેથી હું તેમાંથી તમારૂ લાઇફ સર્ટીફીકેટ કાઢી આપુ કહેતા તે આરોપીને ‘‘હું રાજકોટ નાગરીક બેંકમાં ખાતુ ધરાવુ છુ'' તેમ કહયુ હતું. આમ બન્ને વચ્‍ચે આશરે ૩૦ મીનીટ વાતચીત થઇ હતી. બીજી તરફ આરોપીનો ફોન ચાલુ હતો તે દરમિયાન તેના બેંક ખાતામાંથી અલગ-અલગ પૈસા ડેબીટ થયાનો મેસેજ આવતા તેણે આરોપીને આ બાબતે જાણ કરતા આરોપીએ પૈસા વિડ્રો થતા ના હોય તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો. આમ આરોપીએ અલગ-અલગ ટ્રાન્‍જેકશનથી કુલ રૂા.૪.૬૮ લાખ ઉપાડી લેતા સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇનના જાણ કર્યા બાદ ફરીયાદ નોંધાવી હતી.

(4:05 PM IST)