તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
સાવધાન ! લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઇલ મોકલી ૧ લાખ ઉપાડી લેવાયા
રાજકોટ રહેતા પડધરીના ખોડાપીપરના કારખાનેદારે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા. ર૧ : વોટસઅપમાં લગ્ન કંકોત્રીની એપીકે ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ રહેતા મુળ પડધરીના ખોડાપીપરના વેપારીને એપીકે ફાઇલ મોકલી ગઠીયાએ રૂા. ૯૯ હજાર ઉપાડી લેતા પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે શહેરના સાધુવાસવાણી રોડ પર ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહેતા મુળ પડધરીના ખોડાપીપર ગામનાં વેપારી દિપકભાઇ સુરેશભાઇ ડાવેરા (ઉ.વ.૪૧) એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે તે સિમેન્ટ બ્લોક બનાવવાનું કારખાનુ ચલાવે છે ને ખોડપીપર હતા ત્યારે અજાણ્યા સાયબર ગઠીયાએ તેને વોટ્્સએપમાં લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઇલ મોકલી ફોન હેક કરી બે ટ્રાન્જેકશનથી રૂા. ૯૯,૯૭૦ ની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી કરી હતી.
(11:46 AM IST)










