<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મિત્રતાના દાવે ઉછીના લીધેલ રકમ ચુકવવા આપેલ ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૧૬: ચેક રીર્ટન કેસના આરોપી દેવેન્‍દ્ર વાલેચાએ ફરીયાદી પાસેથી મિત્રતાના નાતે પોતાના ધંધા માટે નાણાની જરૂરીયાત થતા રૂા. ૩૭૫૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા. જેમાંથી આરોપીએ આ કામના ફરીયાદીને રકમ પરત ન ચુકવી આપતા થયેલ કોર્ટ ફરીયાદમાં ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ ની કલમ - ૧૩૮ અન્‍વયે કેસ ચાલી જતા કોર્ટ દ્રારા આરોપીને એક વર્ષની સજા તથા ચેકની બાકીની લેણી રકમ ચુકવી આપવી અને જો ચુકવી ન આપે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલ હતો.

બનાવની વિગત જોવામાં આવે તો ફરિયાદી તથા આરોપી એકબીજાને મીત્ર થતા હોય, જેથી મિત્રતાના સંબંધના નાતે આરોપી દેવેન્‍દ્ર નાનકરામ વાલેચાએ ફરીયાદી પાસેથી પોતાના ધંધાકીય જરૂરીયાત માટે કુલ રકમ રૂા. ૩૭૫૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા. જે પરત ચુકવવા ફરીયાદીના નામે ચેક આપેલ હતો, પરંતુ દેવેન્‍દ્ર નાનકરામ વાલેચા દ્રારા આવેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમાં કરાવવા નાખેલ, પરંતુ ફંડ ઈન્‍સફીસીયન્‍ટના શેરા સાથે વણચુકવેલ પરત ફરેલ, જે બાબતની ફરીયાદ ધ નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ - ૧૩૮ અન્‍વયેની રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરેલ હતી.

આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે પોતાનો કેસ તમામ પુરાવાઓ સાથે સાબીત કરી આપેલ હતો. તથા આરોપી પક્ષ પોતાનો બચાવ લેવામાં નિષ્‍ફળ રહેલ હતો. જે બાબતે ધ્‍યાને લઈ તથા ફરીયાદીની લેખીત તથા મૌખીક દલીલો તથા સુપ્રીમ તથા હાઈકોર્ટના જજમેન્‍ટને માન્‍ય રાખી નામદાર કોર્ટ દ્વારા સદરહું કેસમાં આરોપી ઉપરનો ગુનો નિશંક પણે સાબિત થતા આરોપીને એક વર્ષની સજા તથા ફરીયાદીની ફરીયાદ મુજબ બાકી રહેતી તમામ રકમ દિવસ-૩૦ માં ફરીયાદીને પરત ચુકવી ન આપે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કામે ફરીયાદી તરફે રાજકોટના ધારાશાષાી લલીત કે, તોલાણી, કલ્‍પેશ એલ. સાકરીયા, તથા મિલન થોરીયામેર, તેમજ સહાયક તરીકે ગોપાલભાઈ સાકરીયા, કીશન દેસરાણી રોકાયેલ હતા.

(11:19 AM IST)