News of Saturday, 14th November 2026
બિલ્ડીંગના ૫૪ વર્ષના રિસેપ્શનીસ્ટ પંકજની ૬ વર્ષની બાળા સાથે બિભત્સ હરકતો : નગ્ન વિડીયો બતાવ્યો!
કાલાવડ રોડ ડેકોરા રોડની બિલ્ડીંગનો બનાવઃ સાંજે બાળા રમીને ઘરે જતી હતી ત્યારે ઓફિસમાં લઇ ગયો : હેબતાઇ ગયેલી બાળાએ પરિવારને જાણ કરતાં ફરિયાદઃ યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ આઇ. એ. બેલીમ, રાઇટર અક્ષયભાઇ પટેલ સહિતે ગુનો નોંધી આરોપીને દબોચી હવસખોરી ઉતારી નાંખી

રાજકોટ તા. ૧૪: શહેરમાં વિકૃત હવસખોરીની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. કાલાવડ રોડ પર આવેલા બિલ્ડીંગમાં રિસેપ્સનીસ્ટ તરીકે જવાબદારી સંભાળતા શખ્સે છ વર્ષની એક બાળકીની એકલતાનો લાભ લઇ રિસેપ્શન ઓફિસમાં બોલાવી અત્યંત બિભત્સ હરકતો કરી જાતીય સતામણી કરતાં ચકચાર મચી ગઇ છે. બાળાને સામે પોતાનું ગુપ્તાંગ કાઢી ચાળા કર્યા હતાં. તેમજ મોબાઇલમા નગ્ન રીલ બતાવી હતી. આવી કરતૂતથી હેબતાઇ ગયેલી બાળાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના વાલીને કરતાં તેઓ ચોંકી ગયા હતાં. આ બારામાં પોલીસને જાણ થતાં પોલીસે તુરંત કાર્યવાહી કરી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વિકૃત હવસખોરને ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ ડેકોરા રોડના એક એપાર્ટમેન્ટમાં રિસેપ્શનીસ્ટ તરીકે કામ કરતાં પંકજ દીનકરરાય રાજપરા (ઉ.વ.૫૪) વિરૂધ્ધ પોક્સો અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અહિ રહેતાં એક પરિવારની દિકરી જેની ઉમર ૬ વર્ષની છે તેણી સાંજે સાડા સાતેક વાગ્યે રમવા માટે સોસાયટીના પ્લે ગ્રાઉન્ડમાં ગઇ હતી. બાદમાં રમીને તે પરત ઘરે જતી હતી તે વખતે તેણીને એકલી જોતાં રિસેપ્શનીસ્ટ પંકજ રાજપરાની દાનત બગડી હતી.
પંકજે કોઇપણ બહાને બાળકીને પોતાની પાસે બોલાવી હતી અને બાદમાં રિસેપ્શન ઓફિસમાં લઇ ગયો હતો. આ પછી તેણે બાળાની સામે પોતાના ગુપ્તાંગનું પ્રદર્શન કરી તેને હાથમાં આપી દીધુ હતું. આવુ કરવાની બાળાએ ના પાડતાં આ વિકૃત ઢગાએ તેણીને પોતાના મોબાઇલ ફોનમાં નગ્ન વિડીયો ક્લીપ ચાલુ કરીને બતાવી હતી. આવી હરકતોથી બાળા એકદમ ગભરાઇ ગઇ હતી અને કોઇપણ રીતે ત્યાંથી દોટ મુકી ભાગી ગઇ હતી.
આ પછી તેણીએ પરિવારજનોને આ ઘટનાની જાણ કરતાં પરિવારજનો તેમજ અન્ય રહેવાસીઓ ખળભળી ગયા હતાં. તુરત યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ આઇ. એ. બેલીમ, રાઇટર અક્ષયભાઇ પટેલ, ધારાબેન સહિતે ગુનો દાખલ કરી હવસખોરને સકંજામાં લઇ હવસખોરી ઉતારી નાખવાની તજવીજ કરી હતી. પીઆઇ કે. કે. ગોહિલના જણાવ્યા મુજબ આરોપીને પકડી લેવાય છે. તેની ઉમર ચોપન વર્ષની છે અને તે બે સંતાનનો પિતા છે. (૧૪
પંકજ બીજાની જગ્યાએ નોકરીએ આવ્યો અને પહેલા જ દિવસે લખણ ઝળકાવ્યા
ઞ્જપીએસઆઇ આઇ. એ. બેલીમે, રાઇટર અક્ષયભાઇ સહિતની ટીમે પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં આરોપી પંકજ દિનકરરાય રાજપરા (ઉ.વ.૫૪, રહે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે દ્વારકાધીશ ચોક)ની ધરપકડની તજવીજ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આરોપી પંકજ જ્યાં આ ઘટના બની તે બિલ્ડીંગ ખાતે બીજા કર્મચારી રજા પર હોઇ તેની જગ્યાએ નોકરી પર આવ્યો હતો અને નોકરીના પહેલા જ દિવસે તેણે આ લખણ ઝળકાવ્યા હતાં. તે પોતે બે સંતાનનો પિતા છે. પોૈત્રી જેવડી ઉમરની બાળકી સાથે તેણે આવી હરકતો કરતાં લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.
(2:52 PM IST)










