તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
બહેનો દ્વારા પ૧ મહાઆરતી સુશોભન સ્પર્ધા : વિજેતાઓને ઇનામો

રાજકોટ : જલારામ બાપાની રર૭મી જન્મજયંતિ નિમીતે બ્રેઇન બ્યુટી કલબ દ્વારા સનાતન ધર્મની જયોત જગાવવા સનાતની બહેનો દ્વારા પ૧ મહાઆરતી સુશોભન સ્પર્ધા કરવામાં આવેલ. બહેનોએ કલાત્મક રંગોળી, આરતી, જલારામ બાપાની કૃતિ દ્વારા આરતી સુશોભન સ્પર્ધા કરેલ. દરેકને સ્યોર ગીફટ તેમન ૧ થી ૧૦ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. જજ તરીકે રીટાબેન તન્ના તેમજ માયાબેન ચુડાસમાએ સેવા આપેલ. અવનીબેન બગડાઇ, મીતલબેન ગોહેલ, દક્ષાબેન વઢવાણા, ભાવિશાબેન વાઘેલા, પૂર્વીબેન ગોસ્વામી, નેહાબેન વાઘેલા, નિરૂપાબેન વાઘેલા, જયોતિબેન મહેતા, પ્રિયંકાબેન રાઠોડ, ડોલીબેન રાજાણી અને ઉર્વશી બેન વઢવાણાએ જહેમત ઉઠાવી હતી. (૩૬.૪)
ઠક્કર ઇન્ટરનેશનલ લી.નાં એમ.ડી. સંજય ગઢીયાનો સોમવારે જન્મદિવસ
રાજકોટ : ઠક્કર ઇન્ટરનેશનલ લીમીટેડનાં મેનેજીંગ ડીરેક્ટર સંજયભાઈ ગઢીયાનો તા. ૨૩ નાં રોજ જન્મદિવસ છે. ૨૦૦૩થી ખૂબ જ નાના પાયે પોતાના બિઝનેસની શરૂઆત કરી શૂન્યમાંથી સર્જન કરીને તેઓ હાલમાં તેની પબ્લિક લીમીટેડ કંપની સુધીની આ સફરમાં તેમનું યશસ્વી યોગદાન રહ્યું છે. ગુજરાતની સૌથી બેસ્ટ ક્વોલિટીની ચા આપતી કંપનીની યાદીમાં આજે મી. ઠક્કર ચા સામેલ થઈ છે. સંજયભાઈ ગઢીયાને વેપારીઓ, મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીઓ તેમના મો. નં. ૯૯૦૪૧ ૨૮૯૯૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(2:19 PM IST)










