News of Saturday, 14th November 2026
નવા વિકસિત રાજકોટ (વેસ્ટ સાઈડ) ખાતે શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી ધામધુમથી ઉજવાશે
ભજન-સંધ્યા, મહાઆરતી અને મહાપ્રસાદનો મહોત્સવ

રાજકોટઃ અહિં કાલાવડ રોડ પરની કટારિયા ચોકડી બાદ ડેવલપ થયેલા અને 'વેસ્ટ સાઈડ' તરીકે વિશેષ ઓળખ પામેલા આ વિસ્તારમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા પરિવારો દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે એક દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતવાર રૂપરેખા મુજબ, આ મહોત્સવ તા.૧૬સોમવાર અને કારતક સુદ સાતમના પાવન દિવસે યોજાનાર છે.
કાર્યક્રમની શરૂઆત સાંજે ૭:૩૦ વાગ્યાથી વિધિવત મહાઆરતી તથા ત્યારબાદ મહાપ્રસાદથી થશે. આ કાર્યક્રમનું સુનિヘતિ સ્થળ રામેશ્વર પાર્ટી પ્લોટ, કોસ્મોપ્લેક્સ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ પાવન અવસરે શ્રી જલારામ પરિવાર - (વેસ્ટ સાઈડ) રાજકોટ' દ્વારા સર્વે રઘુવંશી લોહાણા પરિવારો તેમજ જલારામ બાપાના ભક્તોને પરિવાર સાથે દર્શન, ભજન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજનને સફળ બનાવવા અને વ્યવસ્થાઓને સુચારૂ રૂપે પાર પાડવા માટે ધર્મેશ ચોલેરા, મહેશભાઈ વસાણી, તુષાર સેજપાલ, દેવાંગ કોટક, હિતેશ રાજદેવ, કેતન પાવાગઢી, જય સૂબા, નરેશ કોટક, નીરવ સેજપાલ, અશેષ નંદાની અને જય મોટાણી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:08 PM IST)










