<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કર્ણાટકના વિજયપુરામાં શેરડીની કાપણીના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ: બે લોકોના મોત : ત્રણ ઘાયલ

તડલગી ગામમાં સર્જાયેલી આ અથડામણની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો: ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં શેરડીની કાપણીના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તડલગી ગામમાં સર્જાયેલી આ અથડામણમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. શેરડીની કાપણીના મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતાં બંને જૂથો સામસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિજયપુરાના પોલીસ અધિક્ષક લક્ષ્મણ બી. નિમ્બર્ગીએ સમગ્ર મામલે માહિતી આપી હતી.

(10:47 PM IST)