<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ભારતના ઓછા વ્યાજદર અને આર્થિક વિકાસની ટ્રમ્પે કરી પ્રશંસા: અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક ઉપર આકરા પ્રહારો : વ્યાજદર ઘટાડાય તો અમેરિકાનો વિકાસદર ૨૦ ટકા સુધી પહોંચી શકે તેવો દાવો

વોશિંગ્ટન, તા. ૨૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના આર્થિક વિકાસ અને પ્રમાણમાં ઓછા વ્યાજદરની પ્રશંસા કરીને અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની નીતિઓની આકરી ટીકા કરી છે.

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસદર લગભગ ૭ ટકા છે અને ત્યાં વ્યાજદર પણ ઓછા છે. તેની સરખામણીમાં અમેરિકામાં વ્યાજદર ઊંચા રાખવામાં આવે છે, જેના કારણે આર્થિક વિકાસ અવરોધાય છે.

ટ્રમ્પે ફેડરલ રિઝર્વ ઉપર રાજકીય રીતે નિર્ણયો લેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો કે અમેરિકામાં વ્યાજદર ઘટાડવામાં આવે તો દેશનો આર્થિક વિકાસદર ૧૫થી ૨૦ ટકા સુધી પહોંચી શકે છે.

 

ટ્રમ્પના મતે અમેરિકાની આર્થિક તાકાતને ધ્યાનમાં રાખીને વ્યાજદર વિશ્વમાં સૌથી ઓછા હોવા જોઈએ. જોકે ટ્રમ્પનો ૨૦ ટકા વિકાસદરનો આંકડો તેમનો પોતાનો અંદાજ છે, સત્તાવાર આર્થિક આગાહી નથી. અમેરિકામાં ફુગાવાનું દબાણ હજી યથાવત હોવાથી વ્યાજદર અંગે ફેડરલ રિઝર્વ સામે પડકારો છે. 

 

(9:41 AM IST)