News of Sunday, 15th November 2026
સંસદ પરિસરમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ ૧૫૧મી જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પી, આદિવાસી સમાજના યોગદાનને બિરદાવ્યું: આજે ઝારખંડનો સ્થાપના દિવસ પણ ઉજવાઈ રહ્યો છે.

નવી દિલ્હી, તા. ૧૫ : આદિવાસી સ્વાતંત્ર્યસેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આજે સંસદ પરિસરમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પી હતી. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરંપરાગત આદિવાસી નૃત્યો રજૂ કરાયા હતા.
વડાપ્રધાને બિરસા મુંડાના સાહસ, સંઘર્ષ અને બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમનું જીવન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.
રાષ્ટ્રપતિએ આદિવાસી સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. આજે ઝારખંડનો સ્થાપના દિવસ પણ ઉજવાઈ રહ્યો છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
