<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

દિલ્હીમાં ઝેરી ધુમ્મસથી હવા અત્યંત ખરાબ : અનેક વિસ્તારોમાં પ્રદૂષણનો આંક ૪૦૦ને પાર, ઈન્ડિયા ગેટ આસપાસ શ્વાસ લેવામાં મુશ્કેલીથી ચિંતા વધી: સવારે આઠ વાગ્યે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૩૫૧ નોંધાયો

નવી દિલ્હી, તા. ૧૫ : દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે યથાવત્ રહ્યું હતું. સવારે આઠ વાગ્યે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૩૫૧ નોંધાયો હતો, 

 

જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. આઈઆઈટી દિલ્હી વિસ્તારમાં પ્રદૂષણનો આંક ૪૨૬ અને આઈટીઓ ખાતે ૪૧૫ નોંધાયો હતો. છ મોનિટરિંગ કેન્દ્રોમાં આંક ૪૦૦ને પાર પહોંચ્યો હતો. નોઈડામાં ૩૧૩, ગુરુગ્રામમાં ૩૨૨ અને ફરીદાબાદમાં ૩૦૫નો આંક નોંધાયો હતો. 

 

ઝેરી ધુમ્મસને કારણે અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી હતી. પ્રદૂષણ નિયંત્રણ માટે ત્રીજા તબક્કાનાં નિયંત્રણો અમલમાં છે. 

 

કેન્દ્ર સરકારે દિલ્હી તથા પડોશી રાજ્યોને સંકલિત કામગીરી અને નિયમોના કડક અમલ માટે સૂચના આપી છે.

(11:01 AM IST)