<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

શાંત આંદોલનો ડામવાં એ લોકશાહીનું ગળું ઘોંટવા સમાન કૃત્‍યઃ બોમ્‍બે હાઈકોર્ટ

હિંસા ન આચરાઈ હોય તો કોઈ કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ :ચંદ્રપુર જિલ્‍લામાં ખરાબ રસ્‍તાના વિરોધમાં આંદોલનમાં ભાગ લેવા બદલ થયેલી એફઆઈઆર હાઈકોર્ટે રદબાતલ ઠેરવી

મુંબઈ,તા.૧૪: શાંત વિરોધ પ્રદર્શનને ડામી ફરિયાદ પક્ષ તરફથી ફોજદારી કેસ તો એ લોકશાહીને ગળે ટૂંપો દેવા દેવાના ઈરાદે કરવામાં આવશે સમાન દુઃખદ દિવસ બની રહેશે એવું નિરીક્ષણ કરી બોમ્‍બે હાઈકોર્ટે રસ્‍તાની ખરાબ હાલત સામેના આંદોલનમાં જોડાવવા બદલ એક શખસ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી.

બોમ્‍બે હાઈકોર્ટની નાગપુર બેન્‍ચના ન્‍યાયમૂર્તિ એમ.ડબલ્‍યુ ચંદવાણીએ ગઈ ૨૯ ઓક્‍ટોબરે આ ચુકાદો આપ્‍યો હતો. નાગરિકને વિરોષ પ્રદર્શિત કરવાનો મળેલો બંધારણીય અધિકાર અને કઠોર કાનૂની કાર્યવાહી હાથ ધરવા વચ્‍ચેની પાતળી ભેદરેખા ભૂંસાવી ન જોઈએ એવું તેમણે મંતવ્‍ય વ્‍યક્‍ત કર્યું હતું.

જ્‍યાં સુધી લોકો કાયદો હાથમાં લઈને હિસા ન આચરે અને ખાનગી કે સાર્વજાનિક નુકસાન પહોંચાડે અને લોકશાહીના માર્ગે વિરોષ પ્રદર્શન કરે ત્‍યારે તેને દાબી દેવા માટે ફરિયાદ પક્ષ તરફ કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ, એમ હાઈકોર્ટે જણાવ્‍યું હતું.

ચંદ્રપુર જિલ્‍લાના રહેવાસી નિષ્‍કર્ષ નિમાગડેમે ગયા જાન્‍યુઆરીમાં ખરાબ રસ્‍તા સામેના આંદોલનમાં ભાગ લેવા બદલ તેની સામે નોંધાયેલી ચાર્જશીટ હાઈકોર્ટે રદબાતલ કરી હતી. નાંદગાવ રહેવાસીઓએ રસ્‍તા પરના ખાડાને કારલે એક કારને અકસ્‍માત થયા બાદ શાંત વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્‍તા સુધારવાની માગણી કરી હતી. આ સાથે જ ખરાબ રસ્‍તા માટે જવાબદાર કોન્‍ટ્રાક્‍ટર અને પી.ડબલ્‍યુ.ડી.ના /અધિકારીઓ સામે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. આ આંદોલનમાં ભાગ લેવા માટે નિમાડે વિરુધ્‍ધ એફઆઈઆરની નોંધ કરવામાં આવી હતી. નિમાટેએ આ એફઆઈઆર અને ચાર્જશીટ રદ કરવા માટે બોમ્‍બે હાઈકોર્ટમાં ધા નાખી હતી.

(10:00 AM IST)