<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ખાંડ કડવી બની :અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો:સરકારી પગલાં અપૂરતા : ગ્રાહકોને કોઈ રાહત નહીં

ખાંડના ભાવમાં એક વર્ષમાં 30% સુધીનો ઉછાળો:કોલકાતામાં ભાવ રૂ. 70 અને દિલ્હીમાં રૂ. 64 પ્રતિ કિલો

નવી દિલ્હી :સવારની ચાથી માંડીને ઘરના તમામ મીઠા પકવાનમાં વપરાતી ખાંડ હવે ગજવા પર ભારે પડી રહી છે અને બજારમાં ખાંડની મીઠાશ સતત કડવી બની રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે દેશના મોટા શહેરોમાં ખાંડના ભાવ ફરી એકવાર પ્રતિ કિલો રૂ. 70ની નજીક પહોંચી ગયા છે. મોંઘવારીને નિયંત્રણમાં રાખવા સરકારે લીધેલા તમામ પગલાં બેઅસર રહ્યા છે.

દેશના અલગ અલગ મહાનગરો અને મોટા શહેરોમાં ખાંડના ભાવ સામાન્ય નાગરિકોને પારાવાર પરેશાન કરી રહ્યા છે. આ ભાવવધારામાં સૌથી વધારે આર્થિક માર કોલકાતાના લોકો પર પડ્યો છે, જ્યાં ખાંડનો ભાવ રૂ. 70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ લોકોને કોઈ રાહત મળી નથી અને ત્યાં ખાંડ રૂ. 64ના સ્તરે વેચાઈ રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ઝારખંડની રાજધાની રાંચીમાં એક સરખી સ્થિતિ છે, જ્યાં લોકોએ ખાંડ માટે પ્રતિ કિલો રૂ. 63 ચૂકવવા પડે છે. 

દેશના આ મોટા શહેરોમાં સૌથી ઓછો ભાવ ચેન્નાઈમાં છે, પરંતુ ત્યાં પણ ખાંડ રૂ. 60 પ્રતિ કિલો પર ટકેલી છે. ખાંડના ભાવમાં થયેલો આ વધારો અચાનક થયો નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી તેનો આંકડો સતત વધતો રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 1 વર્ષમાં ખાંડની કિંમતોમાં 30% સુધીનો ઉછાળો આવી ચૂક્યો છે

 

લોકોને આશા હતી કે કિંમતો હવે સ્થિર થશે, પરંતુ એવું બન્યું નથી. તાજી સ્થિતિ મુજબ છેલ્લા 1 મહિનામાં જ ભાવમાં આશરે 5% જેટલો વધુ વધારો થયો છે. કિંમતોમાં સતત થતા વધારાએ સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં મોટો વધારો કરી દીધો છે.

 

મોંઘવારી પર અંકુશ મેળવવા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી નથી. સ્થાનિક બજારમાં ખાંડનો પૂરવઠો વધારવા અને કિંમતો નીચે લાવવા માટે સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સરકારે અઢી લાખ ટન ખાંડની આયાતનો ક્વોટા ફરીથી જાહેર કર્યો છે, જેથી બજારમાં માલની અછત ન સર્જાય

 

(1:56 PM IST)