News of Saturday, 14th November 2026
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે પર ચાલુ બસમાં અચાનક ભીષણ આગ: 40 મુસાફરોએ બસમાંથી કૂદીને જીવ બચાવ્યો
દિલ્હીથી છતરપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ આગની ઝપેટમાં: આગ ઝડપથી ફેલાઈ કે મુસાફરોને સામાન બહાર કાઢવાનો પણ સમય ના મળ્યો

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે પર ચાલુ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીથી છતરપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ આગની ઝપેટમાં આવી હતી. બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. આગ લાગતાં જ મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
પ્રાથમિક આશંકા મુજબ બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને પોતાનો સામાન બહાર કાઢવાનો પણ સમય મળ્યો નહોતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, બસમાં આગ લાગવાની ઘટનાને પગલે એક્સપ્રેસવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
