તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 12th November 2026
જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ ભારે હિમવર્ષા: પ્રખ્યાત પ્રવાસન સ્થળો બરફની સફેદ ચાદરથી ઢંકાયા
ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના ઊંચાઈવાળા પ્રદેશોમાં હિમવર્ષાથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ, તંત્ર દ્વારા સુરક્ષાને લઈને એડવાઈઝરી જારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પહાડી અને ઊંચાઈવાળા અનેક વિસ્તારોમાં ગુરુવારે ગુરુવારે સિઝનની પ્રથમ ભારે હિમવર્ષા થવાને કારણે પ્રખ્યાત પ્રવાસન સ્થળો બરફની આકર્ષક ચાદરથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હવામાન વિભાગની આગાહીના પગલે સાદના ટોપ, ફર્કિન ટોપ, કર્નાહ વેલી, પીર કી ગલી, સિન્થાન ટોપ, ઝોઝિલા પાસ તેમજ ગુલમર્ગના અફરવત અને કોંગડોરી જેવા પ્રદેશોમાં તાજી હિમવર્ષા નોંધાઈ છે.
આ અદ્ભુત કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલમર્ગ અને સોનમર્ગ તરફ દોડી આવ્યા છે, જ્યાં પ્રવાસીઓ બરફના ઢોળાવ પર સ્કીઇંગ અને સ્લેડિંગ જેવ પ્રવૃત્તિઓનો આનંદ માણી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન સોનમર્ગ અને આસપાસના વિસ્તારોમાં ૪ થી ૧૦ ઇંચ સુધી તાજી હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે દિવસના તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે.
સંભવિત ખરાબ હવામાન અને હિમવર્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કુપવાડા પોલીસે તાકીદની એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અને પ્રવાસીઓને વહીવટીતંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે.
આગામી દિવસોમાં હિમવર્ષાની તીવ્રતા વધવાના એંધાણ વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો ખુલ્લા રાખવા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી આપત્તિ વ્યવસ્થાપન પગલાંઓ સઘન બનાવવામાં આવ્યા છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
