<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

NSE બન્‍યું વિશ્વનું ૫મું સૌથી મોટું એક્‍સચેન્‍જઃ Nasdaq-HKEXને પાછળ છોડયાં

વૈશ્વિક શેરબજારમાં ભારતનો ડંકો! ભારતીય શેરબજાર માટે ગૌરવની ક્ષણ!

નવી દિલ્‍હી,તા.૨૧: ભારતીય શેરબજાર માટે ગૌરવની ક્ષણ! ભારતનું નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) વૈશ્વિક સ્‍તરે માર્કેટ વેલ્‍યુના મામલે નવી સિદ્ધિ હાંસલ કરીને વિશ્વનું ૫મું સૌથી મોટું લિસ્‍ટેડ એક્‍સચેન્‍જ બની ગયું છે. લગભગ ઼૫૯.૭ અબજ (રૂ.૫.૫૬ લાખ કરોડ)ના માર્કેટ કેપ સાથે ફલ્‍ચ્‍એ અમેરિકાના Nasdaq અને હોંગકોંગના HKEŽX પાછળ છોડી દીધાં છે. શેરના ભાવમાં સતત વૃદ્ધિ અને રોકાણકારોના વધતા વિશ્વાસે ભારતીય એક્‍સચેન્‍જને વૈશ્વિક નાણાકીય નકશામાં વધુ મજબૂત સ્‍થાન અપાવ્‍યું છે. ભારતના શેરબજારની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની રહી છે. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ ઓફ ઇન્‍ડિયા (NSE)નું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને અંદાજે ઼૫૯.૭ અબજ સુધી પહોંચ્‍યું છે. આ વૃદ્ધિ સાથે NSEએ Nasdaq અને હોંગકોંગ સ્‍ટોક એક્‍સચેન્‍જ (HKEX)ને પાછળ છોડીને વૈશ્વિક રેન્‍કિંગમાં ૫મું સ્‍થાન મેળવ્‍યું છે.

આ સિદ્ધિ ભારતીય શેરબજારની વધતી ક્ષમતા, રોકાણકારોની ભાગીદારી અને નાણાકીય ક્ષેત્રના વિસ્‍તરણને દર્શાવે છે. NSEની મજબૂત કામગીરીને કારણે હવે વૈશ્વિક સ્‍તરે તેની ગણના મોટા એક્‍સચેન્‍જોમાં થઈ રહી છે.

માર્કેટ વેલ્‍યુના આધારે વૈશ્વિક એક્‍સચેન્‍જોની રેન્‍કિંગમાં NSEએ મહત્‍વનું સ્‍થાન મેળવ્‍યું છે. ઉપલબ્‍ધ આંકડા અનુસાર ટોચના એક્‍સચેન્‍જોની યાદી આ પ્રમાણે છે

એક્‍સચેન્‍જ  માર્કેટ કેપ

CME Group            $૧૧૧.૦૫ અબજ, Intercontinental Exchange (ICE)         $૯૫.૫ અબજ, Deutsche Brse$૬૫ અબજ, London Stock Exchange Group (LSEG)          $૬૦.૩ અબજ, National Stock Exchange (NSE)  $૫૯.૭ અબજ

NSEની આ સિદ્ધિ તેને વૈશ્વિક નાણાકીય ક્ષેત્રના અગ્રણી એક્‍સચેન્‍જોની હરોળમાં સ્‍થાન અપાવે છે. તેની પાછળ શેરબજારમાં વધતી પ્રવૃત્તિ અને કંપનીના શેરમાં નોંધાયેલ તેજી મુખ્‍ય કારણો માનવામાં આવે છે. NSEના શેરમાં તાજેતરના ટ્રેડિગ દરમિયાન આશરે ૨.૧૮%નો વધારો નોંધાયો હતો. શેરમાં રૂ.૪૭.૮૦ની વૃદ્ધિ સાથે ભાવ રૂ.૨,૨૩૬.૧૦ સુધી પહોંચ્‍યો હતો.

આ તેજીના પગલે NSEનું માર્કેટ કેપ અંદાજે રૂ.૫.૫૬ લાખ કરોડ થયું છે. આ મૂલ્‍યાંકન સાથે NSE ભારતની સૌથી મૂલ્‍યવાન કંપનીઓમાં ૯મું સ્‍થાન ધરાવતું હોવાનું જણાવાયું છે. તેણે LIC અને કોટક મહિન્‍દ્રા બેંક જેવી અગ્રણી કંપનીઓને પાછળ છોડી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. શેરના ભાવમાં થયેલો વધારો NSEના IPO બાદ રોકાણકારોમાં જોવા મળેલા ઉત્‍સાહને વધુ મજબૂત બનાવે છે.

IPOને મળ્‍યો જબરદસ્‍ત પ્રતિસાદ, લિસ્‍ટિંગ બાદ શેરમાં તેજી

NSEએ ૨૪ સપ્‍ટેમ્‍બરના રોજ BSE પર લિસ્‍ટિંગ સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. IPO અગાઉ ૧૭થી ૨૧ સપ્‍ટેમ્‍બર દરમિયાન ખુલ્‍લો રહ્યો હતો અને રોકાણકારો તરફથી તેને મજબૂત પ્રતિસાદ મળ્‍યો હતો.

NSEના રૂ.૨૨,૫૬૧ કરોડના IPOને ૫.૬૯ ગણું સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું હતું. ઇશ્‍યૂની કિમત રૂ.૧,૭૮૫ પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી, જ્‍યારે લિસ્‍ટિંગ સમયે શેર રૂ.૧,૮૦૦ના ભાવે ખુલ્‍યો હતો. ત્‍યારબાદ શેરના ભાવમાં વધારો નોંધાયો અને તે રૂ.૨,૨૩૬ના સ્‍તર સુધી પહોંચ્‍યો હતો. IPO બાદ શેરમાં જોવા મળેલી વૃદ્ધિએ બજારમાં NSE પ્રત્‍યેનો વિશ્વાસ અને રોકાણકારોની અપેક્ષાઓ દર્શાવી છે. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જની સ્‍થાપના ૧૯૯૨માં થઈ હતી અને ૧૯૯૪થી તેણે કામગીરી શરૂ કરી હતી. વર્ષોથી NSEએ ટેક્રોલોજી આધારિત ટ્રેડિગ, પારદર્શક વ્‍યવહાર અને આધુનિક બજાર વ્‍યવસ્‍થાના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ કરી છે. વર્ષ ૨૦૨૫માં ટ્રેડિગ વોલ્‍યુમના આધારે NSE વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્‍ઝ એક્‍સચેન્‍જ બન્‍યું હોવાનો ઉલ્‍લેખ પણ કરવામાં આવ્‍યો છે. આ દર્શાવે છે કે ભારતનું શેરબજાર માત્ર સ્‍થાનિક રોકાણકારો પૂરતું સીમિત નથી, પરંતુ વૈશ્વિક નાણાકીય વ્‍યવસ્‍થામાં પણ તેનું મહત્‍વ સતત વધી રહ્યું છે. NSEનું વૈશ્વિક સ્‍તરે ૫મું સ્‍થાન મેળવવું ભારતના નાણાકીય ક્ષેત્ર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. એક્‍સચેન્‍જનું વધતું બજાર મૂલ્‍ય વૈશ્વિક રોકાણકારોનું ધ્‍યાન ભારતીય બજાર તરફ ખેંચી શકે છે. સાથે જ શેરબજારની મજબૂત માળખાકીય વ્‍યવસ્‍થા, વધતા ટ્રેડિગ વોલ્‍યુમ અને ટેક્રોલોજી આધારિત સુવિધાઓ ભારતને વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસાવવામાં મદદરૂપ બની શકે છે.

Nasdaq અને HKEX જેવા જાણીતા એક્‍સચેન્‍જોને પાછળ છોડવાની આ સિદ્ધિ ભારતીય શેરબજારની વધતી તાકાત અને વૈશ્વિક સ્‍તરે તેની બદલાતી ઓળખનો સંકેત છે.

(1:35 PM IST)