News of Saturday, 14th November 2026
દુધ-દહીં-પનીરના પેકેટ પર નવો લોગો દેખાશે
FSSAIએ જારી કર્યા નવા નિયમોઃ અસલ પ્રોડક્ટની થઈ શકશે ઓળખ : પેકેટ પર એક નવો વાદળી અને સફેદ લોગો ફરજીયાત બનશેઃ ગ્રાહકો માટે દુધ અને દુધ પ્રોડક્ટની ઓળખ સરળ બનશે

નવી દિલ્હી,તા.૧૪: દૂધ, દહીં અને પનીરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો તમને દહીં અને પનીર અને દૂધનો રોજિદો ઉપયોગ કરો છો તો આ માહિતી આપના માટે ઉપયોગી છે. જ્યારે તમે આ ડેરી ઉત્પાદનો ખરીદો છો, ત્યારે તમને ટૂંક સમયમાં તેમના પર એક નવું ચિホ દેખાશે. તેથી, આ ચિホનો હેતુ અને તેનાથી ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે તે સમજવું મહત્વપૂર્ણ છે. થોડા સમય પછી, દૂધ, દહીં અને ડેરી ઉત્પાદનોના પેકેજો પર એક નવો વાદળી અને સફેદ લોગો ફરજિયાત બનશે. આ ચિホ ગ્રાહકો માટે દૂધ અને દૂધ ઉત્પાદનો ઓળખવાનું સરળ બનાવશે.
હવે બજારમાંથી દૂધ, દહીં અને ચીઝ ખરીદતી વખતે અસલી ડેરી ઉત્પાદનો ઓળખવાનું સરળ બનશે. ફૂડ સેફટી રેગ્યુલેટર (FSSAI) એ તમામ દૂધ અને દૂધ ઉત્પાદનોના પેકેટ પર નવો લોગો ફરજિયાત બનાવ્યો છે.
૧ જુલાઈ, ૨૦૨૮ થી, ડેરી ઉત્પાદનો બનાવતી કંપનીઓએ પેકેટ પર વાદળી ચોરસ બોક્સની અંદર સફેદ ડ્રોપનું ચિホ છાપવું પડશે. આનાથી ગ્રાહકો દુકાનમાં પેકેટ જોતાની સાથે જ અસલી ડેરી ઉત્પાદન ઓળખવામાં સરળ બનશે.
હાલમાં, દૂધ, દહીં, ચીઝ અથવા ઘી જેવા ડેરી ઉત્પાદનોને ઓળખવા માટે પેકેટ પર કોઈ ખાસ અથવા અલગ સામાન્ય લોગો નથી. હાલમાં, સામાન્ય ખાદ્ય ઉત્પાદનોની જેમ ડેરી ઉત્પાદનોના પેકેટ પર ૩ મુખ્ય લોગો દેખાય છે.
સૌ પ્રથમ, એ જાણવું મહત્વપૂર્ણ છે કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દૂધ અને ડેરી ઉત્પાદનો માટે એક સમાન લોગો સ્થાપિત કર્યો છે. મહત્વનું છે કે, આ ચિホને તમામ પેકેજિગ પર લાગુ કરવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પછી પ્રશ્ન એ થાય છે કે, આ ચિホ કેવું દેખાશે?
નવા FSSAI લોગોમાં સફેદ ટીપું સાથે વાદળી ચોરસ હશે. બધી કંપનીઓએ તેમના તમામ ડેરી ઉત્પાદનોના પેકેજિગ પર આ ચિホનો સમાન ઉપયોગ કરવો પડશે.
આ ચિホ ગ્રાહકો માટે ખરીદી કરતી વખતે ડેરી ઉત્પાદનો ઓળખવાનું સરળ બનાવશે. વધુમાં, ગ્રાહકો સરળતાથી ઓળખી શકશે કે કયું ઉત્પાદન દૂધ છે અને કયું દૂધમાંથી બને છે. જેમ તમે જોયું હશે, ઘણી ખાદ્ય ચીજો પર લાલ અને લીલા રંગના નિશાન હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન માંસાહારી છે કે શાકાહારી, જો તમે માછલી અને ઈંડા જેવી વસ્તુ ખરીદો છો તો રેડ સિમ્બોલ હોય છે જેનાથી ગ્રાહકોને ઓળખવામાં મદદ મળે છે કે આ નોનવેજ આઇટમ છે. તેવી જ રીતે જો ગ્રીન નિશાન હોય તો ગ્રાહકને સમજાય છે કે આ સંપૂર્ણ શાકાહારી આઇટમ છે. આ જ રીતે જો , આ વાદળી ચોરસ નિશાન હશે જેનાથી હવે ગ્રાહકો માટે દૂધ અને દૂધના ઉત્પાદનો ઓળખવાનું સરળ બનાવશે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, FSSAI ના નવા નિયમો ૧ જુલાઈ, ૨૦૨૮ થી અમલમાં આવશે. આ તારીખ સુધીમાં કંપનીઓએ દૂધ અને ડેરી ઉત્પાદનોના પેકેજિગ પર નવો વાદળી અને સફેદ લોગો દર્શાવવો જરૂરી રહેશે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
