તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 21st November 2026
ઈન્ડોનેશિયામાં મોટી ટ્રેન દુર્ઘટના:ઉત્તરી સુમાત્રામાં એક મિની બસ અને ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર: આગમાં ડ્રાઈવરનું મોત
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેને મિની બસને લગભગ 500 મીટર સુધી ટ્રેક પર ઘસેડી: ભયાનક અકસ્માત બાદ મિની બસમાં આગ લાગી

ઈન્ડોનેશિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરી સુમાત્રામાં એક મિની બસ અને ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેને મિની બસને લગભગ 500 મીટર સુધી ટ્રેક પર ઘસેડી હતી. આ ભયાનક અકસ્માત બાદ મિની બસમાં આગ લાગી હતી અને જોતજોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. એટલું જ નહીં, ટક્કરને કારણે ટ્રેનના એન્જિનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મિની બસના ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
