News of Monday, 16th November 2026
મહાનદી કોલફિલ્ડ્સે રૂા.૧૨૯-રૂા.૧૩૬ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી
કોલ ઇન્ડિયાની પેટાકંપની મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડનો IPO ૧૯ નવેમ્બરે ખુલશે

મુંબઇ તા.૧૬: કોલ ઇન્ડિયાની પેટાકંપની મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ IPO લોન્ચ કરી રહી છે. આ સરકારી કંપનીએ પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPO માટે પ્રાઇસ બેન્ડ રૂા.૧૨૯ થી રૂા.૧૩૬ પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
કંપનીનો IPO ૧૯ નવેમ્બરે રિટેલ રોકાણકારો માટે ખુલશે. રોકાણકારોને ૨૩ નવેમ્બર સુધી તેમના દાવ લગાવવાની તક મળશે. કંપનીનો IPO કદ રુા.૮,૯૮૧.૧૨ કરોડ છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર પર આધારિત છે. હાલના રોકાણકારો ત્ભ્બ્માં શેર વેચી રહ્યા છે. એ નોંધવું જોઈએ કે હાલના રોકાણકારો IPOમાં શેર વેચી રહ્યા હોવાથી, IPOમાંથી મળેલી રકમ કંપની દ્વારા ઉપયોગમાં લેવાશે નહીં.
IPO માટે, કંપનીએ ૧૧૦ શેરનો લોટ બનાવ્યો છે. રોકાણકારોએ ઓછામાં ઓછી રૂા.૧૪,૯૬૦ ની બિડ કરવાની જરૂર પડશે. SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડને બુક રનિગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને KFin ટેકનોલોજી લિમિટેડને રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
IPOનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યો છે. ઓછામાં ઓછો ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે, અને ઓછામાં ઓછો ૧૫ ટકા NII માટે અનામત રાખવામાં આવ્યો છે.
ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, કંપનીનો IPO આજે ગ્રે માર્કેટમાં રુા.૭ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલ અને આજની વચ્ચે GMPમાં કોઈ ફેરફાર થયો નથી.
મહાનદી કોલફિલ્ડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે રૂા.૧૦,૬૭૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે ૧.૩ ટકાનો વધારો દર્શાવે છે. જોકે, કંપનીની આવકમાં પાછલા નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે ૨.૬ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે કંપનીની કુલ આવક રુા.૩૦,૫૫૦ કરોડ હતી.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
