News of Monday, 16th November 2026
ગર્લફ્રેન્ડના બે પાલતું શ્વાનને મારી નાખ્યાં! વીડિયો કોલમાં બતાવી આખી લાઈવ ઘટના
હે ભગવાન! બ્રેકઅપનો આવો ભયંકર બદલો?

કોલકાતા,તા.૧૬: કોલકાતાના જાદવપુર વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે નવાઈમાં પડી જશો. અહીં એક શખ્સ પર પોતાની પૂર્વ લિવ-ઈન પાર્ટનરના બે પાલતું શ્વાનની ક્રૂરતાથી હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આ વ્યક્તિ બે મૂંગા પ્રાણીનો જીવ લઈને પણ અટક્યો નહીં, આરોપ છે કે, તેણે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યો અને તેને એક શ્વાનને ફાંસીએ લટકતો બતાવ્યો. એટલે કે મહિલાએ પોતાની આંખે આ ક્રૂરતા જોવી પડી. જણાવાઈ રહ્યું છે કે, બંને વચ્ચે બ્રેકઅપ થઈ ચૂક્યું હતું અને તેનાથી નારાજ થઈને આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો.
આ ઘટના કોલકાતાના વિક્રમગઢ વિસ્તાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આરોપીની ઓળખ સંજીબ ભટ્ટાચાર્ય તરીકે થઈ છે. તે પહેલા પોતાની લિવ ઈન પાર્ટનર ડીજે પરી નોવા સાથે એક ફલેટમાં રહેતો હતો. જાણકારી અનુસાર સંબંધ ખતમ થવા પર પરી નોવાએ ફલેટ છોડી દીધો હતો. જો કે તેના પાલતું શ્વાન ત્યાં જ રહી ગયા હતા. આરોપ છે કે, આ ઘટના બાદ આરોપીએ બંને શ્વાનને નિશાન બનાવ્યાં. તેણે કથિત રીતે વીડિયો કોલ દરમિયાન મહિલાને એક શ્વાનને ફાંસીએ લટકતો બતાવ્યો. આ ઘટનાની જાણકારી સામે આવતા જાદવપુર પોલીસે આરોપીની ફલેટ પરથી અટકાયત કરી છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
મળતી જાણકારી અનુસાર સંજીબ ભટ્ટાચાર્ય અને ડીજે પરી નોવા કેટલાક સમય પહેલા સુધી એક જ ફલેટમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બાદમાં બંનેના સંબંધોમાં ભંગાણ પડતા પરી નોવાએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તે ફલેટ છોડીને જતી રહી, જો કે તેના પાલતું શ્વાન ત્યાં રહી ગયા હતા. આરોપ છે કે, સંબંધ તૂટવાથી નારાજ સંજીબે પોતાનો ગુસ્સો મૂંગા પ્રાણીઓ પર કાઢ્યો. તેણે કથિત રીતે બંને શ્વાનની હત્યા કરી નાખી.
આરોપ છે કે, સંજીબે પોતાની પૂર્વ પાર્ટનરને ફોન કર્યો અને કોલ દરમિયાન એક શ્વાનને ફાંસીએ લટકાવતો બતાવ્યો. મહિલાએ આ આખી ઘટના વીડિયો કોલ પર જોઈ. જો કે ઉપલબ્ધ જાણકારીમાં એ સ્પષ્ટ નથી કે કોલ દરમિયાન આરોપીએ શું કહ્યું હતું કે તેણે આવું કરવા પાછળનું કોઈ કારણ જણાવ્યું હતું કે નહીં. પોલીસ તેને લઈને પણ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણકારી મળ્યા પછી જાદવપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સંજીબ ભટ્ટાચાર્યની વિક્રમગઢ સ્થિત ફલેટમાંથી અટકાયત કરી છે. હાલ આ મામલે આગળ તપાસ ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે, બંને શ્વાનના મોત કઈ પરિસ્થિતિમાં થયા અને ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો. સાથે જ બ્રેકઅપ પછી આરોપી અને તેની પૂર્વ પાર્ટનર વચ્ચે શું ઘટનાક્રમ થયો હતો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ આ ઘટનાએ ફરી એકવાર મૂંગા પશુઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. સંબંધમાં ભંગાણનો બદલો એવા પ્રાણીઓ પાસે લેવાનો આરોપ છે, જેનો વિવાદમાં કોઈ રોલ જ નહોતો. ત્યારે હવે તો પોલીસ તપાસ બાદ જ સમગ્ર તસવીર સ્પષ્ટ થઈ શકશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
