<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ઈરાને અમેરિકાનું વધુ એક ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો : હોર્મુઝની સામુદ્રધુની નજીક કેશ્મ ટાપુ ઉપર અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીથી અમેરિકન ડ્રોનને નિશાન બનાવ્યાની જાહેરાત

તેહરાન, તા. ૧૫ : ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલા કેશ્મ ટાપુ ઉપર અમેરિકાનું એમક્યુ-૧ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ઈરાની લશ્કરના જણાવ્યા મુજબ શનિવારે ડ્રોનને અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ શોધી કાઢ્યા બાદ નિશાન બનાવવામાં આવ્યું હતું. અમેરિકાની જાસૂસી અને લશ્કરી પ્રવૃત્તિઓ ઉપર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું ઈરાને જણાવ્યું છે. આ પહેલાં પણ ઈરાને અનેક અમેરિકન ડ્રોન તોડી પાડ્યાના દાવા કર્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટનાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જોકે અમેરિકન સત્તાવાળાઓ તરફથી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ મળી નથી. 

(10:35 AM IST)