તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૧ સોમવાર
News of Monday, 16th November 2026
મૃત્યુદંડ પર રોક લગાવતા યુએનના પ્રસ્તાવ વિરુદ્ધ ભારતનું મતદાન
૩૩ની સામે ૧૩૩ મતથી પ્રસ્તાવ પસાર થઈ ગયોઃ જ્યારે ૧૬ દેશો દૂર રહ્યા હતા

યુનો,તા.૧૬: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મેક્સિકો દ્વારા રજૂ કરાયેલા મૃત્યુદંડ પર રોક લગાવવાના પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું છે. ૧૯૩ સભ્ય દેશોમાંથી ૧૩૩ દેશોના સમર્થન અને ૩૩ ના વિરોધ સાથે આ પ્રસ્તાવ પસાર થયો હતો, જ્યારે ૧૬ દેશો દૂર રહ્યા હતા. ભારત ઉપરાંત અમેરિકા, ચીન અને જાપાને પણ વિરોધ કર્યો હતો. પ્રસ્તાવમાં ૨૦૨૫ માં વધેલા ફાંસીના કેસો અને સતત ફાંસીની સજા આપવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે.
ભારત ઉપરાંત બહેરીન, ચીન, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, જાપાન, કુવૈત, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને અમેરિકા જેવા દેશોએ પણ આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
જોકે એ વાતનો પુનરોચ્ચાર કરાયો છે કે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ યોગ્ય કાયદાકીય દંડ નક્કી કરવા સહિત પોતાની ન્યાય વ્યવસ્થા વિકસાવવાનો અધિકાર તમામ દેશોને છે. પ્રસ્તાવમાં તમામ દેશોને મૃત્યુદંડ નાબૂદ કરવાની દિશામાં ફાંસીની સજા પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે દેશોએ મૃત્યુદંડની સજા સમાપ્ત કરી દીધી છે, તેમને ફરીથી આ સજા લાગુ ન કરવા માટે અનુરોધ કરાયો છે.
આ ડ્રાફટ પ્રસ્તાવમાં માનવીય અભિગમ અપનાવતા ગર્ભવતી મહિલાઓ, માનસિક અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા લોકો અને વૃદ્ધોને મૃત્યુદંડ આપવા પર રોક લગાવવાની પણ અપીલ કરવામાં આવી છે. તેની સાથે જ પ્રસ્તાવમાં એવું પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરે અપરાધ કરનાર કોઈપણ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવવી જોઈએ નહીં.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
