<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ભયાનક માર્ગ અકસ્માત: પીકઅપ સાથે પાછળથી અથડાતા એમ્બ્યુલન્સ સવાર 5 લોકોના મોત

એમ્બ્યુલન્સ લખનઉથી ગાઝીપુર તરફ જતી હતી ત્યારે સુબેહા વિસ્તારના ગેરાવાં ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસવેના 53.3 કિલોમીટર પર ઊભેલી પિકઅપ સાથે એમ્બ્યુલન્સ પાછળથી અથડાઈ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શનિવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લખનઉથી ગાઝીપુર જઈ રહેલી એમ્બ્યુલન્સ એક્સપ્રેસવેના 53.3 કિલોમીટર પર પહેલેથી ઊભેલી પિકઅપ સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સમાં સવાર તમામ 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

મળતી માહિતી અનુસાર, સવારે આશરે 6:30 વાગ્યે એક રાહદારીએ આ ભયાનક અકસ્માતની જાણ 112 કંટ્રોલ રૂમને કરી હતી. તેણે જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ લખનઉથી ગાઝીપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન સુબેહા વિસ્તારના ગેરાવાં ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસવેના 53.3 કિલોમીટર પર ઊભેલી પિકઅપ સાથે એમ્બ્યુલન્સ પાછળથી અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી મળતાં જ પોલીસ અને એક્સપ્રેસવેની સુરક્ષા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ લોકોને હૈદરગઢના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, એમ્બ્યુલન્સમાં સવાર લોકો જયપુરથી એક મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા.

સુબેહા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બેચુ સિંહે જણાવ્યું કે તમામ 5 લોકોને મૃતદેહને પીએમ માટે લઇ જવાયા હતા. પ્રભારી પોલીસ અધિક્ષક એસપી વિવેક તિવારી અને હૈદરગઢના સીઓ સમીર સિંહે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

હૈદરગઢના પોલીસ અધિકારી અનિલ કુમાર પાંડેએ જણાવ્યું કે મૃતદેહોની ઓળખ કર્યા બાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

મૃતકોની ઓળખ
હૈદરગઢના કોતવાલ અનિલ કુમાર પાંડેએ જણાવ્યું કે મૃતકોમાંથી 4 લોકોની ઓળખ કરવામાં આવી છે. તેમની વિગતો નીચે મુજબ છે.

1. હરિ ઓમ યોગી: રાજસ્થાનના અલવર જિલ્લાના પીપલ ખેડા નિવાસી જય સિંહના પુત્ર.

2. અમિનૂર હક: પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના મધ્ય બાલા ભૂત નિવાસી અબ્દુલ હુસૈનના પુત્ર.

3. રૂપિક: પશ્ચિમ બંગાળના સુકનસ પુકાનગંજ મુલી બાલા ભૂત નિવાસી અબ્દુલ રહેમાનના પુત્ર.

4. મકબૂલ ખાન: રાજસ્થાનના જયપુરના જવાહર નગર કાચી બસ્તી નિવાસી શુમાનના પુત્ર.

5. આલમ: પાંચમા મૃતકની ઓળખ વાહનચાલક આલમ તરીકે થઈ છે. તેઓ પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના સુલતાનગંજના ઉત્તર ભલા ભૂત વિસ્તારના રહેવાસી હતા.

(1:09 PM IST)