<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

માત્ર રૂપિયા ૨,૪૪૯માં ૩૮૦ દિવસની વેલિડિટી સાથે રૂપિયા ૧ લાખનો મફત વીમો

બીએસએનએલનો ધમાકેદાર પ્‍લાન!

નવી દિલ્‍હી,તા.૨૧: સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકો માટે ખાસ રિચાર્જ ઓફર લઈને આવી છે. આ પ્‍લાનમાં લાંબી વેલિડિટી સાથે રૂપિયા ૧ લાખનું મફત અકસ્‍માત વીમા કવચ પણ આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે ગ્રાહકોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી પણ રાહત મળશે.

BSNLનો આ ખાસ પ્‍લાન રૂપિયા ૨,૪૪૯નો છે. સામાન્‍ય રીતે આ પ્‍લાનમાં ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે, પરંતુ કંપનીએ મર્યાદિત સમય માટે ૧૫ દિવસની વધારાની વેલિડિટી આપવાની જાહેરાત કરી છે. એટલે કે ૩૦ નવેમ્‍બર ૨૦૨૬ સુધી રિચાર્જ કરાવનારા ગ્રાહકોને કુલ ૩૮૦ દિવસની વેલિડિટી મળશે.

આ પ્‍લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિગની સુવિધા મળશે. આ ઉપરાંત દરરોજ 2GB હાઇસ્‍પીડ ડેટા પણ આપવામાં આવશે. એટલે કે લાંબા સમય સુધી કોલિગ અને ઇન્‍ટરનેટની સુવિધા એક જ રિચાર્જમાં મેળવી શકાશે.

જો ગ્રાહક દરરોજ મળતી 2GB ડેટાની મર્યાદા પૂરી કરી લે તો પણ ઇન્‍ટરનેટ સંપૂર્ણપણે બંધ નહીં થાય. ત્‍યારબાદ ૪૦ Kbpsની સ્‍પીડે ઇન્‍ટરનેટ ચાલુ રહેશે. જેના કારણે જરૂરી મેસેજ અને સામાન્‍ય ઓનલાઇન કામ કરી શકાશે.

આ પ્‍લાનની સૌથી ખાસ સુવિધા રૂપિયા ૧ લાખનું મફત અકસ્‍માત મૃત્‍યુ વીમા કવચ છે. BSNLએ આ સુવિધા માટે ઓરિએન્‍ટલ ઇન્‍શ્‍યોરન્‍સ કંપની લિમિટેડ (OICL) સાથે ભાગીદારી કરી છે. આ વીમા હેઠળ માર્ગ અકસ્‍માત, આગથી દાઝી જવું, સાપ કરડવો, વીજળી પડવી અને કરંટ લાગવા જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ગ્રાહકોને આ વીમા માટે અલગથી પ્રીમિયમ કે વીમા ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. પ્‍લાન અને ઓફરની વધુ માહિતી મેળવવા માટે ગ્રાહકો BSNLની સત્તાવાર વેબસાઇટ www.bsnl.co.in, BSNL Selfcare એપ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૦૩ પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત કંપનીનું AI આધારિત BRex (BSNL Recharge Expert) પણ યોગ્‍ય રિચાર્જ પ્‍લાન પસંદ કરવામાં મદદ કરે છે.

(10:51 AM IST)