તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 16th November 2026
વિદેશી રોકાણકારોએ શેરબજારમાં ઠાલવ્યા રૂ.૮૪,૨૯૦ કરોડ
વિદેશી રોકાણકારોનું આ બદલાયેલું વલણ ભારતીય શેરબજાર માટે સારા સંકેત

મુંબઈ,તા.૧૬: ભારતીય શેરબજાર માટે નવેમ્બર મહિનો સારા સમાચાર લઈને આવ્યો છે. છેલ્લા બે મહિનાથી ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો હવે ફરી ખરીદી કરવા લાગ્યા છે. નવેમ્બરના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં મોટું રોકાણ કર્યું છે. આના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનું આ બદલાયેલું વલણ ભારતીય શેરબજાર માટે સારા સંકેત માનવામાં આવે છે.
આંકડા અનુસાર, ૨ નવેમ્બરથી ૧૩ નવેમ્બર દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ માત્ર નવ ટ્રેડિગ સેશનમાં ભારતીય શેરબજારમાં રૂ. ૮૪,૨૯૦ કરોડનું રોકાણ કર્યું છે. આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂ. ૩૫,૮૬૧ કરોડ અને ઓક્ટોબરમાં રૂ. ૩૪,૮૪૩ કરોડ પાછા ખેંચ્યા હતા. આમ, સતત બે મહિના સુધી વેચવાલી કર્યા બાદ હવે નવેમ્બરમાં વિદેશી રોકાણકારો ફરી ખરીદી કરી રહ્યા છે. આ બદલાવથી બજારના રોકાણકારોમાં પણ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.
વિદેશી રોકાણકારોના આ બદલાયેલા વલણ પાછળ અનેક કારણો છે. વૈશ્વિક બજારમાં ખાસ કરીને AI સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે વિદેશી રોકાણકારો અન્ય દેશોના શેરબજારમાં રોકાણ કરવાની તકો શોધી રહ્યા છે. બીજી તરફ ભારતીય શેરબજારમાં કેટલીક સારી કંપનીઓના શેરના ભાવ આકર્ષક બન્યા છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક તણાવમાં થોડી રાહત મળવાથી પણ ભારતીય બજાર તરફ રોકાણકારોનું ધ્યાન વધ્યું છે.(૪૦.૧૩)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
