News of Saturday, 14th November 2026
વિદેશી કોર્ટે આપેલા છૂટાછેડા ભારતમાં આપોઆપ માન્ય ન ગણાયઃ સુપ્રીમ કોર્ટ
વિદેશમાં છૂટાછેડા મેળવી બીજી વખત લગ્ન કરનાર સામે દ્વિપત્નીત્વની કાર્યવાહી થઈ શકે

નવી દિલ્હી,તા.૧૪: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે ભારતમાં પરંપરાગત વિધિથી થયેલા લગ્ન માટે વિદેશના ઉદાર કાયદાઓનો લાભ લઈને છૂટાછેડા મેળવવાથી ભારતીય કાયદા હેઠળ લગ્ન આપોઆપ વિચ્છેદ થતા નથી. વિદેશી કોર્ટના છૂટાછેડાના આધારે બીજા લગ્ન કરવામાં આવે તો ભારતમાં દ્વિપત્નીત્વની કાર્યવાહી પણ થઈ શકે છે.
વિદેશની કોર્ટમાં ભારતમાં માન્ય ન હોય આધારોએ છૂટાછેડા લેવા સામે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લઈને જણાવ્યું હતું કે આવા છૂટાછેડાના આધારે બીજી વ્યક્તિ સાથે લગ્ન કરનાર સામે દ્વિપત્નીત્વ માટે કાર્યવાહી થઈ શકે છે, કારણ કે ભારતીય કાયદા મુજબ પ્રથમ લગ્ન યથાવત્ રહે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણા પુરુષો પત્નીનો વિરોધ હોવા છતાં લગ્નસંબંધોનો કાયમી અંત આવી ગયો હોવાના આધારે વિદેશી કોર્ટમાં છૂટાછેડાનો આદેશ મેળવે છે અને ફરી લગ્ન કરે છે. આવા કિસ્સામાં વ્યક્તિ વિદેશની નાગરિકતા મેળવી ચૂકી હોય તો પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જીવનસાથીની નાગરિક્તામાં પાછળથી થયેલો ફેરફાર ચાલુ લગ્નસંબંધમાંથી ઊભા થતા કાનૂની પરિણામોને બદલી શક્તો નથી.
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેન્ચે પત્નીના વિરોધ છતાં વિદેશની અદાલતમાંથી લગ્નનો સંબંધ તૂટી ગયો હોવાના આધારે છૂટાછેડા મેળવીને બીજી વખત લગ્ન કરનાર પુરુષ સામે દ્વિપત્નીત્વની ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે ભારતીય કાયદા હેઠળ લગ્નવિચ્છેદ
માટે લગ્નનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હોવો એ કોઈ માન્ય આધાર નથી. તેથી વિદેશની અદાલતે આપેલો છૂટાછેડાનો આદેશ ભારતમાં માન્ય ગણાય નહીં.
ખંઠપીઠે જણાવ્યું હતું કે જો વિદેશની અદાલતનો ચુકાદો ઘ્ભ્ઘ્ની કલમ ૧૩ની આવશ્યકતાઓ પૂર્ણ કરતો ન હોય, તો પતિ આવા ચુકાદાના આધારે ભારતમાં પોતાનાં પ્રથમ લગ્નનો અંત આવી ગયો હોવાનું કહી શકે નહીં. પતિએ દલીલ કરી હતી કે બીજી પત્ની સાથે લગ્ન થયા ત્યારે તે બ્રિટિશ નાગરિક હતો અને બીજા લગ્ન પણ ભારતની બહાર થયા હોવાથી ત્ભ્ઘ્ની કલમ ૪ની જોગવાઈ મુજબ તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. જોકે સુપ્રીમે આ દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પતિએ પ્રથમ લગ્ન ભારતમાં હિન્દુ રીતરિવાજો અને પરંપરા મુજબ કર્યા હતાં. તેથી બીજા લગ્ન વિદેશમાં થયા હોવા છતાં દ્વિપત્નીત્વના આરોપની ગંભીરતા ઓછી થતી નથી.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
