News of Saturday, 14th November 2026
અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી ક્રિકેટર નંદિનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત
નંદિનીના પરિવારે બે યુવકો પર હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો:પોલીસે મોબાઇલ ફોન જપ્ત કર્યો

તેલંગાણાના વિકારાબાદમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. BCCI અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી પ્રતિભાશાળી ક્રિકેટર નંદિનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેના અચાનક નિધનથી પરિવાર, મિત્રો અને રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નંદિનીના પરિવારે બે યુવકો પર હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, નંદિની મૂળ વિકારાબાદ જિલ્લાના યાલાલ મંડલના સંગ્યાપલ્લી ગામની રહેવાસી હતી. તે અભ્યાસ અને ક્રિકેટ કોચિંગ માટે વિકારાબાદની મધુ કોલોનીમાં પોતાની દાદીના ઘરે રહેતી હતી.
પરિવારનો આરોપ છે કે અનિલ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી નંદિનીનો પીછો કરી રહ્યો હતો અને પ્રેમના નામે તેને પરેશાન કરતો હતો. કૃષ્ણા નામનો અન્ય યુવક પણ તેને મદદ કરતો હોવાનો પરિવારનો દાવો છે. આ બંને સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિકારાબાદના સર્કલ ઇન્સ્પેક્ટર રઘુના જણાવ્યા અનુસાર, 13 નવેમ્બરની સવારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસે નંદિનીનો મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે, જેથી હેરાનગતિના પરિવારના આરોપોની હકીકત જાણી શકાય. હાલ પોલીસ તપાસ ચાલુ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
