તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
શ્રીનગરમાં ઠંડીનું જોર વધ્યું :વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવરમાં પ્રવાસીઓએ શિકારા રાઇડનો લ્હાવો લીધો
પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે સ્થાનિક શિકારા ચાલકો અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ

શ્રીનગરમાં ઠંડીનું જોર વધતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે સમગ્ર ખીણ વિસ્તારમાં ખુશનુમા અને તાજગીભર્યું વાતાવરણ સર્જાયું છે. આ ઠંડા માહોલ વચ્ચે દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ ઠંડીની મજા માણતા દાલ સરોવરના શાંત પાણીમાં શિકારા રાઈડનો લ્હાવો લઈ રહ્યા છે અને કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડારી રહ્યા છે.
પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે સ્થાનિક શિકારા ચાલકો અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
