News of Saturday, 21st November 2026
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના મહેમાન બન્યા અનિલ કપૂર
મુલાકાત દરમિયાન કલા, સંસ્કૃતિ, સિનેમા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા અને સ્થાપત્ય જેવા વિવિધ વિષયો પર ચર્ચા થઈ

પેરિસ,તા.૨૧: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની કેટલીક તસવીરો અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેમણે મેક્રોનના ખાસ આતિથ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર પણ માન્યો છે. અનિલ કપૂરે જણાવ્યું કે પેરિસમાં તેમને ઘર જેવો જ અનુભવ થયો હતો.
અનિલ કપૂર આ વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. હવે બંનેની ફરી મુલાકાત પેરિસમાં થઈ હતી. અનિલના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પહેલીવાર ભારતમાં મેક્રોનને મળ્યા હતા, ત્યારે તેમની વચ્ચેની વાતચીત એટલી સરળ અને સ્વાભાવિક રહી હતી કે જાણે તેઓ એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. પેરિસમાં બીજી વખત મળ્યા ત્યારે પણ તેમને એવી જ આત્મીયતા અને હૂંફનો અનુભવ થયો હતો.
અનિલ કપૂરે X પર મેક્રોન સાથેની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી. આ સાથે તેમણે લખ્યું કે ભારતમાં પ્રથમ મુલાકાત દરમિયાન બંને વચ્ચેની વાતચીત ખૂબ જ સહજ રહી હતી. પેરિસમાં ફરી મળતાં તેમને એ જ હૂંફનો અનુભવ થયો. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે મુલાકાત દરમિયાન કલા, સંસ્કૃતિ, સિનેમા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા અને સ્થાપત્ય જેવા વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મેક્રોનની ઓફિસમાં નેપોલિયનના સમયની કેટલીક સુંદર કલાકૃતિઓ નિહાળવાની તક પણ મળી હતી. અનિલે વધુમાં લખ્યું કે ઇતિહાસની વાતોથી શરૂ થયેલી ચર્ચા બાળકો અને આવનારી પેઢીઓના ભવિષ્ય સુધી પહોંચી હતી. તેમના મતે, આ મુલાકાત ખૂબ જ અર્થપૂર્ણ અને જ્ઞાનવર્ધક રહી હતી. અભિનેતાએ મેક્રોનનો આભાર માનતાં લખ્યું, પ્રિય ઇમેન્યુઅલ મેક્રોન, તમારી ઉદારતા અને મારા ભત્રીજા સહિત મને પેરિસમાં ઘર જેવો અનુભવ કરાવવા બદલ આભાર. અમારી મિત્રતાને હું ખૂબ જ માન આપું છું અને ભારતમાં તમારું સ્વાગત કરવા આતુર છું.
અનિલ કપૂરના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિગ'માં જોવા મળવાના છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનિલ કપૂર મહત્વની ભૂમિકા ભજવશે તેવી ચર્ચા છે. આ પહેલાં અનિલ કપૂર આ વર્ષે જુલાઈમાં રિલીઝ થયેલી ળ્ય્જ્ સ્પાય યુનિવર્સની ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે, ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી નહોતી. હવે દર્શકોની નજર અનિલ કપૂરની આગામી ફિલ્મ 'કિગ' પર છે, જેનાથી સારા બોક્સ ઓફિસ કલેક્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.(
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
