તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાની માતા પર છરીથી હુમલો કર્યો બિલ્ડિંગ પરથી પટકાતાં વિદ્યાર્થીનું મોત
ગુવાહાટીના બામુનીમૈદામ વિસ્તારના પૂર્વ જ્યોતિનગર સ્થિત હલ્દી મિલ વિસ્તારમાં ઘટના બની : વિદ્યાર્થી કયા સંજોગોમાં ઇમારત પરથી નીચે પડ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી

આસામના ગુવાહાટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કથિત રીતે પોતાની માતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી શહેરના એબીસી (ABC) વિસ્તારમાં આવેલી એક ઇમારત પરથી નીચે પટકાયો હતો, જેમાં તેનું મોત થયું હતું
આ ઘટના શુક્રવારે ગુવાહાટીના બામુનીમૈદામ વિસ્તારના પૂર્વ જ્યોતિનગર સ્થિત હલ્દી મિલ વિસ્તારમાં બની હતી. વિદ્યાર્થીએ ઘરે પોતાની માતા ચંદ્રાણી કલિતા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH)માં ખસેડવામાં આવી હતી. હાલ તેમની સારવાર ICUમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
માતા પર હુમલો કર્યા બાદ વિદ્યાર્થી એબીસી વિસ્તારમાં આવેલી એક ઇમારત પરથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં તેનું મોત થયું હતું. વિદ્યાર્થી કયા સંજોગોમાં ઇમારત પરથી નીચે પડ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. તેણે માતા પર હુમલો શા માટે કર્યો તે અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી. બંને ઘટનાઓ પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
