<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

૩૦ દિવસના બાળકના પેટમાં વિકસતુ ભ્રૂણ દૂર કરવામાં આવ્‍યું

પાંચ લાખે એક જોવા મળતો હોય તેવો કેસ

ઈન્‍દોર,તા.૨૧: મધ્‍યપ્રદેશના ઈન્‍દોરમાં ફક્‍ત ૩૦ દિવસના નવજાત બાળકના પેટમાં એક ભ્રૂણ વિકસી રહ્યું હતુ. તેને ઓપરેશન કરીને દૂર કરવામાં આવ્‍યું હતું. આમ બાળકની અંદર બાળક હતુ. મેડિકલ સાયન્‍સમાં દુર્લભ કહી શકાય તેવી આ સ્‍થિતિને ફીટ્‍સ-ઇન-ફીટુ કહેવાય છે. આ દુર્લભ કહી શકાય તેવી જન્‍મજાત સ્‍થિતિ હતી. ૩૦ દિવસના બાળકના શરીરની અંદર વિકસી રહેલા ભ્રૂણનો પણ વિકાસ થઈ રહ્યો હતો. તેનું વજન અડધા કિલોનું થઈ ગયુ હતુ. આ ભ્રૂણમાં હાથ-પગથી લઈ જનનાંગ અને કમરના હાડકા સુધીનો હિસ્‍સો વિકસિત થઈ ચૂક્‍યો હતો. ડોક્‍ટરોએ ચાર કલાકની જાટિલ સર્જરી પછી આ ભ્રૂણને બાળકના શરીરમાંથી દૂર કર્યુ.

આ કિસ્‍સો ઇન્‍દોર નિવાસી કુણાલ વર્મા અને દીપમાલાના પુત્ર અયાંશનો છે. અયાંશના જન્‍મ પહેલા જ ગર્ભાવસ્‍થાના આઠમા મહિનામાં ડોક્‍ટરોને તેના શરીરની અંદરની અસામાન્‍ય સ્‍થિતિની ખબર પડી ગઈ હતી. તેથી તેના જન્‍મ પછી તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. અહીં નિષ્‍ણાત ડોક્‍ટરોની ટીમે તેની તપાસ કરી અને સ્‍થિતિની ગંભીરતા જોતા ૩૦ વર્ષના બાળકનું ઓપરશન કરવાનો નિર્ણય લેવાયો.

(10:21 AM IST)