News of Saturday, 21st November 2026
લિવ-ઈન સંબંધોમાં જન્મેલા બાળક પર માતાનો પ્રથમ અધિકારઃ સુપ્રીમ
જર્મન માતાને બાળકની કસ્ટડી સોંપાઈ, ભારતીય પિતા નિરાશ :બીજા લગ્નથી જન્મેલા બાળકને પણ માતાની સંપત્તિમાં હક જોકે સંપૂર્ણ માલિકી માતા પાસે હોવી જોઇએ તેવી સુપ્રીમની સ્પષ્ટતા

નવી દિલ્હી,તા.૨૧: લગ્ન કર્યા વગર સાથે રહેતા કપલ વચ્ચે બાળકનો જન્મ થાય અને બાદમાં કપલ અલગ થઈ જાય તો બાળકની કસ્ટડી પર કોનો અધિકાર તેને લઈને સુપ્રીમે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે લિવ-ઈન સંબંધોમાં જન્મેલા બાળક પર પ્રથમ દ્રષ્ટીએ માતાનો અધિકાર હોય છે. જ્યારે અન્ય એક મામલામાં કહ્યું હતું કે મહિલાના બીજા લગ્નમાં જન્મેલ બાળકને માતાની પ્રથમ લગ્નમાં મળેલી સંપત્તિ પર અધિકાર હોય છે.
જર્મનીની મહિલા અને ભારતીય, પુરુષ બન્ને ચાર વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. મહિલા બાદમાં વિદેશ જતી રહી હતી અને બાળક પિતાની પાસે રહી ગયું હતું. મહિલાએ બાદમાં બાળકની કસ્ટડીની માગણી કરતી અરજી ફેમેલી કોર્ટમાં કરી હતી. સાથે જ હાઈકોર્ટમાં અરજી હતી. પિતાએ બાળકના કાથમાં કસ્ટડી માટે પヘમિ બંગાળમાં અરજી કરી હતી.
બાળક પર સામસામે દાવા બાદમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. માતાએ બાળકને પોતાની સાથે સિગાપોર લઈ જવા માટે કસ્ટડીની માગ કરી હતી. જેનો પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે અંતે સુપ્રીમ કોર્ટે હાલ પુરતા બાળકને માતાને સોંપ્યું હતું. સુપ્રીમે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે લગ્ન વગરના માતા પિતા વચ્ચે જન્મેલ બાળક પર પ્રથમ દ્રષ્ટીએ માતાનો અધિકાર મજબૂત હોય છે. ભારતીય ન્યાયિક દ્રષ્ટિકોણ અને આંતરરાષ્ટ્રીય કાયદાકીય સિદ્ધાંતોમાં પણ નાના બાળકની કસ્ટડી માતાને સોંપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે પરિવારની સંપત્તિના મામલામાં એક ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે હિન્દુ મહિલા બીજા લગ્ન કરે અને બાળકનો જન્મ થાય તો મહિલાને પ્રથમ લગ્નમાં પતિ પરિવાર પાસેથી જે સંપત્તિ મળી હોય તેના પર જન્મેલા આ બાળકનો અધિકાર ગણાય. જોકે સંપત્તિ પર મહિલાની સંપૂર્ણ માલિકી હોવી જરૂરી છે. દિલ્હીમાં ખેતીની જમીન મુદ્દે વિવાદ સુપ્રીમ પહોંચ્યો હતો. સુપ્રીમે મહિલાના બીજા લગ્નથી જન્મેલા બાળકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.(
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
