News of Monday, 16th November 2026
HDFC, ICICI અને PNB સહિત ૯ બેંકોએ ફિક્સ ડિપોઝીટ વ્યાજ દર વધારો
બેંકિંગ સિસ્ટમમાં નાણાંની અછત અને લોનની વધતી જતી માંગ

નવી દિલ્હી,તા.૧૬: નવેમ્બર મહિનામાં બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આનું સૌથી મોટું કારણ બેંકિગ સિસ્ટમમાં નાણાંની અછત અને લોનની વધતી જતી માંગ છે. બેંકો જેટલી લોન આપી રહી છે, તે પ્રમાણે તેમની પાસે થાપણો આવતી નથી. આ પરિસ્થિતિમાં બેંકોએ નવા ગ્રાહકો પાસેથી નાણાં એકત્ર કરવાની જરૂર પડી રહી છે, જેના માટે તેઓ એફડી પર વધુ વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા ઓક્ટોબરમાં રેપો રેટ પણ ૦.૨૫ ટકા વધારીને ૫.૫૦ ટકા કરવામાં આવ્યો હતો.
(૧). બેંક ઓફ બરોડાઃ બેંક ઓફ બરોડાએ તેની ૫૫૫ દિવસની ખાસ ‘BoB Golden Goal' એફડી યોજના પર વ્યાજ ૦.૧૦ ટકા વધાર્યું છે. નવા દરો ૧૨ નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. સમય પહેલાં નાણાં ઉપાડવાની સુવિધાવાળી એફડી પર સામાન્ય ગ્રાહકોને ૬.૮૫ ટકા વ્યાજ મળશે. સમય પહેલાં નાણાં ઉપાડવાની સુવિધા વગરની એફડી પર ૬.૯૦ ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને આ બંને વિકલ્પો પર અનુક્રમે ૭.૩૫ ટકા અને ૭.૪૦ ટકા વ્યાજ મળશે. ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનોને અનુક્રમે ૭.૪૫ ટકા અને ૭.૫૦ ટકા વ્યાજ મળશે. આ દરો ૩ કરોડ રૂપિયાથી ઓછી એફડી પર લાગુ છે. બેંકે અન્ય મુદતની એફડીના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
(૨). એચડીએફસી બેંક એચડીએફસી બેંકે પસંદગીની એફડી પર વ્યાજ દરોમાં ૦.૫૦ ટકા સુધીનો વધારો કર્યો છે. જેમાં ૬૧ દિવસથી લઈને ૬ મહિના સુધીની મુદતની એફડી સામેલ છે. આ ઉપરાંત, ૫ વર્ષથી ૧૦ વર્ષ સુધીની કેટલીક લાંબી મુદતની એફડી પર પણ વ્યાજ વધારવામાં આવ્યું છે.
(૩). આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંકે કેટલીક લાંબી મુદતની એફડી પર વ્યાજ દરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. આ વધારો તમામ એફડી પર લાગુ નથી.
(૪)બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ ઈન્ડિયાએ ૧ વર્ષથી લઈને ૩ વર્ષથી ઓછી મુદતની એફડી પર વ્યાજ દરોમાં ૦.૧૦ ટકાથી ૦.૩૫ ટકા સુધીનો વધારો કર્યો છે. નવા દરો ૨ નવેમ્બરથી લાગુ થઈ ગયા છે.
(૫)પંજાબ નેશનલ બેંક (PNB) પીસીબીના નવા એફડી વ્યાજ દરો ૧ નવેમ્બરથી લાગુ છે. ૪૪૪ દિવસની એફડી પર સામાન્ય ગ્રાહકોને ૬.૬૦ ટકા વ્યાજ મળશે. આ જ એફડી પર વરિષ્ઠ નાગરિકોને ૭.૧૦ ટકા વ્યાજ મળશે. ૬૬૬ દિવસની એફડી પર સામાન્ય ગ્રાહકોને ૬.૫૦ ટકા અને વરિષ્ઠ નાગરિકોને ૭ ટકા વ્યાજ મળશે.
(૬)કેનરા બેંક : કેનરા બેંકે ૩ કરોડ રૂપિયાથી ઓછી રકમની કેટલીક એફડી પર વ્યાજ દરો બદલ્યા છે. નવા દરો ૨ નવેમ્બરથી લાગુ છે. ૫૫૫ દિવસની એફડી પર સામાન્ય ગ્રાહકોને ૬.૭૫ ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને આ જ મુદત પર ૭.૨૫ ટકા વ્યાજ મળશે. ૪૪૪ દિવસની એફડી પર સામાન્ય ગ્રાહકોને ૬.૬૫ ટકા અને વરિષ્ઠ નાગરિકોને ૭.૧૫ ટકા વ્યાજ મળશે.
(૭)ફેડરલ બેંકઃ ફેડરલ બેંકે વરિષ્ઠ નાગરિકોને મળતું વધારાનું વ્યાજ ૦.૫૦ ટકાથી વધારીને ૦.૬૦ ટકા કરી દીધું છે. હવે પસંદગીની મુદતની એફડી પર વરિષ્ઠ નાગરિકોને ૭.૫૦ ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. સમય પહેલાં નાણાં ઉપાડવાની સુવિધાવાળી એફડી પર ૭.૪૦ ટકા અને ૧ કરોડ રૂપિયા કે તેથી વધુની પાત્ર એફડી પર સમય પહેલાં નાણાં ઉપાડવાની સુવિધા વગર ૭.૫૦ ટકા વ્યાજ મળશે.
(૮)ઈન્ડિયન ઓવરસીઝ બેંકઃ ઈન્ડિયન ઓવરસીઝ બેંકે ૪૪૪ દિવસની એફડી પર વ્યાજ ૦.૧૫ ટકા વધારીને ૬.૭૫ ટકા કરી દીધું છે.
(૯)ઈન્ડિયન બેંકઃ ઈન્ડિયન બેંકે પોતાની ૫૫૫ દિવસ અને ૭૭૭ દિવસની ખાસ એફડી યોજનાઓ પર વ્યાજ ૦.૧૫ ટકા વધાર્યું છે. ૫૫૫ દિવસની એફડી પર હવે ૬.૮૦ ટકા વ્યાજ મળશે. ૭૭૭ દિવસની એફડી પર હવે ૬.૭૫ ટકા વ્યાજ મળશે.
આખરે બેંકો એફડી પર વ્યાજ કેમ વધારી રહી છે? બેંકો દ્વારા એફડી પર વ્યાજ વધારવા પાછળ ત્રણ મોટા કારણો છે. પહેલું કારણ બેંકિગ સિસ્ટમમાં ઉપલબ્ધ વધારાના નાણાંનું ઓછું હોવું છે. બીજું કારણ બેંકો દ્વારા લોન આપવાની ગતિનું થાપણોની ગતિ કરતાં વધુ હોવું છે. ત્રીજું કારણ ગ્રાહકો પાસેથી થાપણો એકત્ર કરવા માટે બેંકો વચ્ચે વધતી સ્પર્ધા છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
